America: અમેરીકામાં ગ્રીન કાર્ડ ધારક ભારતીયોનું ટેન્શન વધ્યું,ટ્રમ્પનો આ નિર્ણય…….

America:ગ્રીન કાર્ડ અંગે યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના નિવેદને ચોક્કસપણે અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતા વધારી દિધી છે.ઉપરાષ્ટ્રપતિ જેડી વિન્સે ગ્રીન કાર્ડ અંગે જણાવતા કહ્યું કે, ગ્રીન કાર્ડ ધરાવતા કોઈપણ વિદેશી અમેરિકાના કાયમી નાગરિક નથી.વધુમાં તેમણે કહ્યું ગ્રીન કાર્ડ ધારકને અમેરિકામાં કાયમી રહેવાની ગેરંટી આપતું નથી.

ગ્રીન કાર્ડ ધરાવતા કોઈપણ વિદેશી અમેરિકાના કાયમી નાગરિક નથી

ગ્રીન કાર્ડ ધારકોને અમેરિકામાં રહેવાનો કાયમી અધિકાર નથી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો નથી, રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. અમેરિકન નાગરિક તરીકે આપણે કોને આપણા રાષ્ટ્રીય સમુદાયમાં સામેલ કરવાનું નક્કી કરીએ છીએ તેના વિશે છે.જો વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિ નક્કી કરે કે આ વ્યકિત અમેરિકામાં ન રહે તો તે વ્યક્તિને અહીં રહેવાનો કોઈ કાયદેસર અધિકારી નથી. ગ્રીન કાર્ડનો આ સામાન્ય અર્થ છે. વેન્સનું આ નિવેદન કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુટ અને ગ્રીન કાર્ડ ધારક વિદ્યાર્થી મહમૂદ ખલીલની ધરપકડના જવાબમાં આપ્યું હતું. ખલીલને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના વિરોધમાં તેની ભૂમિકા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કર્યો ખુલાસો

ગ્રીન કાર્ડએ અમેરિકાનું એક પ્રકારનું કાયમી નિવાસી કાર્ડ છે, જે સત્તાવાર રીતે વિદેશી નાગરિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ આધારે, વિદેશીઓ પણ અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. ગ્રીન કાર્ડની મદદથી મોટી સંખ્યામાં ભારતીય લોકો અમેરિકામાં રહે છે. અમેરિકામાં લગભગ 28 લાખ ભારતીયો પાસે ગ્રીન કાર્ડ છે.

કુલ 344 ભારતીયોને ડિપોર્ટ કરી દેવાયા હતા

ઘણા એવા લોકો છે જેમને એક નહીં ઘણા દેશોમાં ધક્કા ખવડાવીને દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રખાયા અને અંતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી.એજન્ટોએ 35 લાખ લઈને જંગલોમાં ભટકાવ્યા હતા.એક શખસે આરોપ લગાવ્યો કે,હરિયાણાના યુવકે સુરતના બે એજન્ટો પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે મને અમેરિકા મોકલવાનો વાયદો કરીને એજન્ટોએ 35 લાખ રૂપિયા પચાવી લીધા હતા.બાદમાં ડોન્કી રૂટનું કહીને તેને 11 દેશોની ખતરનાક સફર કરવા લાચાર કર્યો હતો.આ સફર દરમિયાન તેને ઘણા જંગલોમાંથી પસાર થવું પડ્યું હતું.તેને આ સમયે એ કહેવાય ને કે ઘણા દિવસો સુધી કેદમાં રહેવું પડ્યું હતું એવો પણ દાવો કર્યો હતો.

 

 

Scroll to Top