US imposed tariff on China: વિશ્વના બે મહાસત્તા દેશો અમેરિકા અને ચીન વચ્ચે હવે ટેરિફ યુદ્ધ છેડાયું છે. એક તરફ, શનિવારે (1 ફેબ્રુઆરી) અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ચીનથી આયાત થતા સામાન પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો હતો. તો હવે ચીને પણ અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરી છે અને મંગળવાર (4 ફેબ્રુઆરી)થી અમેરિકન ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
ચીનના ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ
અમેરિકન ઉત્પાદનો પર ચીન દ્વારા લાદવામાં આવેલ ટેરિફ સોમવાર (10 ફેબ્રુઆરી)થી અમલમાં આવશે. પીટીઆઈના અહેવાલો અનુસાર, ચીને અમેરિકાના ટેરિફનો બદલો લેતા નવા ટેરિફની જાહેરાત કરી છે.US imposed tariff on China: અમેરિકાની ટ્રમ્પ સરકારે શનિવારે (1 ફેબ્રુઆરી) ચીનના ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદી હતી. ચીને પણ જવાબી કાર્યવાહીમાં અમેરિકા પર 10 થી 15 ટકા ટેરિફ લગાવી દીધા છે.
ગૂગલ પર પણ ચલાવ્યું હંટર
ચીનના નાણા મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) અમેરિકન ઉત્પાદનો પર 10 થી 15 ટકા ટેરિફ લાદવાના નિર્ણય અંગે માહિતી આપી હતી. બેઈજિંગના ટેરિફ લાદવાથી અમેરિકાથી ચીનમાં મોટી કાર, પીકઅપ ટ્રક, ક્રૂડ ઓઈલ, એલએનજી અને કૃષિ સાધનોની આયાત પર અસર થશે.હકીકતમાં, ચીને અમેરિકાથી આયાત થતા કોલસા, એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પર 15 ટકા અને ક્રૂડ ઓઇલ, કૃષિ સાધનો, પીકઅપ ટ્રક, ઉચ્ચ ઉત્સર્જન વાહનો પર 10 ટકા વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સિવાય ચીને અમેરિકામાં નિકાસ થતા કેટલાક મોટા ખનિજો પર પણ નિયંત્રણ લાદી દીધું છે.