Delhi Election: સુપ્રીમ કોર્ટે AIMIMના મુસ્તફાબાદના ઉમેદવાર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) ને ચૂંટણી પ્રચાર માટે કસ્ટડી પેરોલ મંજૂર કરી છે. કુલ 6 દિવસની કસ્ટડી આપવામાં આવી છે, પેરોલ દરમિયાન તાહિર હુસૈન (Tahir Hussain) સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી જ બહાર રહી શકે છે. તેણે પોતાની સુરક્ષા માટે ભારે ખર્ચ પણ ઉઠાવવો પડશે. આ ખર્ચની એડવાન્સ પેમેન્ટ પર જ તેને જેલમાંથી બહાર આવવા દેવામાં આવશે.
દિલ્હીના દંગા આરોપીને 6 દિવસની કસ્ટડી મળી
તાહિર હુસૈન (Tahir Hussain) પર 2020માં દિલ્હી રમખાણોનો ગંભીર આરોપી છે.આ ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યુરો અધિકારી અંકિત શર્માની હત્યામાં સામેલ હોવાનો પણ આરોપ છે.UAPA અને PMLA જેવા ગંભીર કાયદા હેઠળ 2 કેસ પણ છે.દિલ્લી વિધાનસભામાં AIMIMએ હુસૈનને ટિકિટ પણ આપી છે.2020માં દિલ્હીમાં રમખાણો થયા ત્યારે તે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર હતો.આ પહેલા દિલ્હી હાઈકોર્ટે તેને કસ્ટડી પેરોલ પર બહાર આવવા અને નામાંકન દાખલ કરવાની મંજૂરી આપી હતી.
આ મામલે 3 ન્યાયાધીશોએ સુનવણી કરી હતી
તાહિર વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. આ મામલે 3 ન્યાયાધીશો- જસ્ટિસ વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મિશ્રાની બેંચ નિર્ણય કર્યો હતો.સુનાવણીની શરૂઆતમાં જ તાહિર (Tahir Hussain) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કોર્ટ દ્વારા નિર્ધારિત શરતો પર કસ્ટોડિયલ પેરોલ માંગે હતી.ન્યાયાધીશોએ આ અંગે દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ પાસેથી જવાબ માંગ્યો હતો. ASG રાજુએ કહ્યું કે આ રીતે ખોટું ઉદાહરણ સ્થાપિત થશે. ન્યાયાધીશોએ કહ્યું કે તાહિર હુસૈને (Tahir Hussain) તેની મુક્તિ દરમિયાન થયેલા તમામ ખર્ચો ઉઠાવવાનું વચન આપ્યું છે.
તમામ ખર્ચ તાહિર હુસૈન ભોગવશે
જજના નિર્ણય પર દિલ્હી પોલીસે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડને જોતા વધુ સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે. જેલ, વાન અને સરકારી વાહનોનો પણ ખર્ચ થશે. આના માટે દરરોજ (24 કલાક) 4 લાખ 14 હજાર રૂપિયા ખર્ચ થશે. એસવી રાજુએ સાંજે 6 વાગ્યે તાહિર (Tahir Hussain) ને જેલમાં પાછા મોકલવાની પણ માંગ કરી હતી. તેના પર ન્યાયાધીશોએ કહ્યું કે આનાથી ખર્ચ ઘટીને અડધો થઈ જશે.