UPIની સર્વિસ ફરી ઠપ્પ, Paytm, PhonePe અને Google Pay યુઝર્સ અટવાયા, ટ્રાન્ઝેક્શન નહીં થતાં મુશ્કેલી વધી

UPI down Paytm PhonePe Google Pay not working users report massive outage

UPI Service Down | જો તમે ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe, Paytm જેવી સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજે શનિવારે ફરી એકવાર UPI યુઝર્સને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. UPI ડાઉન થવાને કારણે કરોડો યુઝર્સને ડિજિટલ પેમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સર્વિસ ડાઉન થવાની ફરિયાદ પણ કરી હતી. યૂઝર્સને Google Pay, PhonePe, Paytm માં ઓનલાઇન પેમેન્ટ માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં આજે બપોરે યુપીઆઈ સેવાઓ અચાનક બંધ થઈ જતાં લોકો હાલાકીમાં મુકાયા હતા આ સમય દરમિયાન ઘણા લોકો UPI દ્વારા ચુકવણી કરી શક્યા નહોતા. યુપીઆઈ સિસ્ટમ ઠપ થવાને કારણે Paytm, PhonePe અને Google Payના યુઝર્સને સૌથી વધુ તકલીફ પડી હતી અને તેઓ UPI પેમેન્ટ કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર પર યુપીઆઈની સમસ્યા વિશે લોકોએ શનિવારે 12 વાગ્યાથી જ ફરિયાદો કરવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું. જોકે હજુ સુધી આ આઉટેજની સમસ્યા ગુજરાતના અમદાવાદ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. જેમને યુપીઆઈથી પેમેન્ટ કરવાની ટેવ છે તેઓ સામે ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ચૂકવણીમાં તકલીફ વર્તાઈ રહી છે. લાખો લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

12.30 વાગ્યા સુધીમાં, 1800 થી વધુ વપરાશકર્તાઓએ Google Pay, PhonePe, Paytm, SBIની ડિજિટલ ચુકવણી સેવાઓ બંધ થવાની ફરિયાદ કરી. હાલમાં, NPCI દ્વારા આ આઉટેજના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ પ્રથમ વખત નથી છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં આ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે.

યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઘણા લોકોએ લખ્યું છે કે તેઓ Paytm અને Google Pay જેવી એપ પર પેમેન્ટ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘યુપીઆઈ આજે ફરી ડાઉન છે, તમામ પેમેન્ટ ફેલ થઈ રહ્યા છે. જો અમને અગાઉથી ખબર હોત કે UPI કામ કરશે નહીં તો સારું થાત.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top