મહેસાણામાં વ્યાજખોરોનો આતંકની વધુ એક ઘટના સામે આવી છે. Unjha ના મહેરવાડામાં ગામના એક યુવકે ઝેરી દવા પી Suicide નો પ્રયાસ કર્યો. આ યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઉધઈ મારવાની દવા પીધી હોવાનું સામે આવ્યું છે. યુવાન અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વ્યાજખોરોમાં કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી. જરૂરિયાતમંદ લોકોને નાણાં આપ્યા બાદ તેમની પાસેથી કડક ઉઘરાણી કરવા લાગે છે.
દરમિયાન અનેક વખત એવું જોવા મળ્યું છે કે લોકો વ્યાજખોરોને પૈસા આપ્યા બાદ પણ તેમની પાસે પૈસા માગતા રહે છે. મહેરવાડા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવતા હાલત વધુ ગંભીર બનતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક મહેશ સોલંકી દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ કરવામાં આવી. પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું કે આર્થિક સંકડામણ હોવાથી જરૂરિયાતને લઈને મેં 6 લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા.
વ્યાજખોરો પાસેથી 5 થી 10 ટકા વ્યાજે નાણાં લીધા બાદ તેમને સમય-સમયે મારી આર્થિક શક્તિ મુજબ પરત પણ કર્યા. આપઘાતના પ્રયાસ કરનાર સોલંકી નામના યુવકે કહ્યું કે મેં મૂડી કરતા વધુ પૈસા આપ્યા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોએ મારી પાસે કોરા ચેક લખાવી દીધા હતા. અને આ કોરા ચેક બેંકમાં ભરવાની ધમકી આપતા હતા. મેં મહામહેનતે બચત કરી હતી અને આ લોકો મારી પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો. મૂડી આપ્યા બાદ પણ વધુ ઉઘરાણી કરતા આખરે મારી બચત ખાલી થઈ જવાના ડરે મેં આ અંતિમ પગલું ભર્યું. ફરિયાદી મહેશ સોલંકીએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી.
આ પણ વાંચો – PT Jadeja: પદ્મિનીબા વાળાએ કર્યો મોટો ખુલાસો
Unjha પોલીસે 6 શખ્સો સામે વિરૂદ્ધ ગુનો નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી. અગાઉ પણ મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વેપારીએ આત્મહત્યા કરી હતી. મહેરવાડાના આઝાદ ચોક ખાતે રહેતા 42 વર્ષિય મહેશભાઈ જયંતિભાઈ સોલંકી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચામુંડાનગર ભાટસણ ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જેઓએ અલગ-અલગ લોકો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા, જેને લઈ દેવું થઈ ગયું હતું. વ્યાજખોરો ફોન કરી પૈસાની કડક ઉઘરાણી કરી પાંચથી દસ ટકા વ્યાજ માંગીને મારી નાખવાની ધમકી આપતા હતા. ઉપરાંત બે કોરા ચેક પર સહી કરાવી બેન્કમાં ચેક નાખવાની ધમકી આપતાં કંટાળતાં તેઓ ઝેરી દવા પી ગયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે Unjha પોલીસે મહેશ સોલંકીના નિવેદને આધારે હસમુખભાઈ પ્રજાપતિ, કૈલાસબેન મકવાણા, નિલેશભાઈ જાદવ, તળજાભાઈ દેસાઈ, અજીતભાઈ કુંવરજી ઠાકોર, પરેશભાઈ રબારી સામે ગુનો દાખલ કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi કોઈ નક્કર પાગલા લઈને આ વ્યાજખોરોને પાઠ શીખવશે કે કેમ?