Gujrat News: હવે ગુનેગારોની ખેર નહીં,રાજ્યમાં આ ત્રણય કાયદા લાગુ થવાની તૈયારી

Gujrat News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભૂપેન્દ્ર પટેલ (bhupendr patel) ની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.ગૃહમંત્રી શાહે રાજ્યમાં ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતીની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત તેમણે જરૂરી સૂચનો આપ્યા હતા.

ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહ સમીક્ષા હાથ ધરવામાં આવી

અમિત શાહે (amit shah) કહ્યું નવા કાયદાઓનો હેતુ ગુનેગારોને સત્વરે સજા થાય અને પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે. શાહે વધુમાં કહ્યું તાકીદર કરી હતી કે અગામી 30 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નવા કાયદાઓનું સો ટકા અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર મહિને, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) દર પંદર દિવસે અને મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા કરે તે જરૂરી છે.

અમિત શાહે જરૂરી સૂચનો આપ્યો

શાહે ગુજરાતમાં ‘ઝીરો એફ.આઈ.આર.ને ‘100 ટકા એફ.આઈ.આર.’માં બદલવાના કાર્યની સરાહના કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી.

Scroll to Top