બોટાદ વિધાનસભાના ધારાસભ્ય Umesh Makwana જેમણે AAP સાથે છેડો ફાડી નાખ્યો. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને મન ફાવે તેમ તમામ ભાષાનો ઉપયોગ કરીને તેઓ બોલ્યા હતા. Isudan Gadhvi ની સામે તો તેમને મોરે મોરો આપી દીધો કે ઈશુદાન ગઢવી એ પ્રદેશના નેતા છે હું રાષ્ટ્રીય કક્ષાનો નેતા છું. એ મને સસ્પેન્ડ ન કરી શકે અને ઈશુદાન ગઢવી તો એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે.
આ પણ વાંચો – Hira Jotva: શક્તિસિંહ ગોહિલે તોડ્યું મૌન
હવે છેલ્લા 24 કલાકથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે બોટાદની અંદર ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી રાજીનામું અપાવી અને ચૂંટણી કરાવી જોઈએ. હવે જોઈએ કોનામાં કેટલી તાકાત છે અને આ નિવેદન છે ગોપાલ ઈટાલિયાનું. હવે બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચર્ચાએ જોર પકડ્યું છે. બોટાદની અંદરથી ઉમેશ મકવાણા રાજીનામું આપે તો આમ આદમી પાર્ટી તરફથી બોટાદ લડે કોણ જેમાં સૌથી પહેલું અને ચર્ચિત નામ Raju Karpada નું છે.