ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણની ઉથલ પાથલના એ સમાચાર જોવા મળી રહ્યા હતા. જો કે આ તમામની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી એક ચર્ચા ખૂબ ચાલી રહી હતી કે Umesh Makwana એ AAP માંથી રાજીનામું આપશે. પરંતુ Umesh Makwana એ જ્યારે આ ચર્ચાઓ જાગી એના 24 કલાક સુધી ગાયબ રહ્યા અને ત્યારબાદ સામે આવીને કહ્યું કે હું કોઈ રાજીનામું નથી આપવાનો જો કે આ તમામની વચ્ચે ઉમેશ મકવાણાએ ગઈકાલે સૌથી થી મોટો ધડાકો કર્યો હતો.
આ પણ વાંચો – Umesh Makwana ને AAP માંથી સસ્પેન્ડ કર્યા બાદ ઈસુદાન ગઢવી પર લગાવ્યો મોટો આરોપ
આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને પોતાનું ધારાસભ્ય પદ એ તેમને બચાવીને રાખ્યું. આ તમામની વચ્ચે Isudan Gadhvi એ પક્ષ વિરોધી કામગીરીને લઈને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. હવે આજે ઉમેશ મકવાણાએ સોશિયલ મીડિયામાં તમામ જગ્યા પરથી આમ આદમી પાર્ટીના ફોટા હટાવ્યા. ઉમેશ મકવાણાએ કહ્યું કે મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઈશુદાન ગઢવી પાસે નથી.