ગુજરાતના રાજકારણમાં ચૂંટણી બાદ પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યા બાદ વધુ સક્રિય થયેલા બોટાદના ધારાસભ્ય Umesh Makwana એ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, બોટાદ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ અંગે ગંભીર રજૂઆત કરી છે. Umesh Makwana એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “બોટાદમાં સતત અપહરણ, દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને જુગારના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના લોકોમાં ભયનો માહોલ છે.”
આ પણ વાંચો – Pradip Bhakhar: પીડિતાએ જવાબ આપતા કર્યા પુરાવા જાહેર
ઉમેશ મકવાણાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, “હું કોઈ રાજકીય સ્પર્ધામાં નથી, પરંતુ મારા જિલ્લાની જનતાની સુરક્ષા અને હક્ક માટે લડી રહ્યો છું. જો સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા ગંભીર ન બને, તો લોકોમાં નારાજગી વધુ ઉગ્ર બનશે.”