Tushar Chaudhary: “વિસાવદર જીતવાથી ગુજરાત નથી જીત્યા”

Tushar Chaudhary

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા Tushar Chaudhary એ સુરતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને નવી જવાબદારીના સંદર્ભે તેમને શુભકામનાઓ પાઠવી હતી. સ્થાનિક કાર્યકરો સાથે આત્મીય સંવાદમાં Tushar Chaudhary એ કોંગ્રેસને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો અંગે ચર્ચા કરી અને સંગઠન માટે એકજૂટ બનવાની અપીલ કરી. તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રવાસ અંગે પણ ટીકાત્મક પ્રતિસાદ આપ્યો. તેમણે કહ્યુ કે, “આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારેય સક્સેસ નહીં થાય. અહીંયા ફક્ત બે જ પાર્ટીઓ ચાલે છે – કોંગ્રેસ અને ભાજપ.”

આ પણ વાંચો – Gujarat Congress: તુષાર ચૌધરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે શું કહ્યું?

તેમણે આગળ કહ્યું કે, આમ આદમી પાર્ટી માત્ર વિખંડન માટેનો પ્રયાસ કરી રહી છે અને ગુજરાતના લોકોને તેમના ઇરાદાઓ સારી રીતે સમજાઈ ગયા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) તરફથી તાજેતરમાં અપાયેલા એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા તુષાર ચૌધરીએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે, “ઠાકરે પરિવાર દ્વારા અપાયેલ સ્ટેટમેન્ટ ખોટું છે.” કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તુષાર ચૌધરીએ માહિતી આપી કે, “રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.” આ મુલાકાત દ્વારા કોંગ્રેસ રાજ્યમાં પોતાનું આધાર મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે.

 

Scroll to Top