America News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શનમાં,આ નિર્ણયથી ભારત પર થશે મોટી અસર?

America News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ઘણા આદેશો પસાર કર્યા છે. આ આદેશ બાદ દુનિયાને એક ઝલક આપી દીધી છે કે તેઓ આગામી 4 વર્ષમાં તેમનું વહીવટ કેવી રીતે ચાલશે.ટ્રમ્પે (donald Trump) પહેલા નિર્ણયથી જ બિડેન વહીવટીતંત્રની વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું છે.તેમણે 51 ગુપ્તચર અધિકારીઓની સુરક્ષા મંજૂરી સસ્પેન્ડ કરી દીધી છે.આ નિર્ણયની અસર અમેરિકા પુરતી જ સીમિત નહીં રહે પરંતુ વૈશ્વિક પર અસર કરશે.આ ઓર્ડરની સીધી કે આડકતરી રીતે ભારતને પણ અસર થશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાસ કર્યા અનેક આદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (donald Trump) ખોટી રીતે અમેરીકામાં પ્રવેશતા લોકો પર આક્રમક નિર્ણય લીધો છે.તેઓ યુએસમાં ઇમિગ્રેશન પોલીસે અંગે નવા નિયંત્રણોની જાહેરાત કરી છે.આ ઉપરાંત યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકોનો મોકલશે.તથા જન્મજાત નાગરિકતા સમાપ્ત કરશે.અમેરીકાના નવા ઈમિગ્રન્ટ્સ નિયમને કારણે અનેક ભારતીયોના સપનાને ઝટકો લાગ્યો છે. નોકરી કે અભ્યાસ માટે અમેરિકા જવા માંગતા લોકોને ફટકો પડ્યો છે.આ ઉપરાંત જે લોકો કાયદેસર રીતે ઈમિગ્રન્ટ્સ હશે તેને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં આવે.

ચીન સાથે અમેરિકાની દોસ્તી વધશે

ચીન અમેરિકા સાથે છેલ્લા ઘણા દિવસોથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે. પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ચીન સાથેના સંબંધોમાં સુધારો આવી શકે તેમ છે.ટ્રમ્પે (donald Trump) ચીનના વડાપ્રધાનને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલ્યું હતું.આ ઉપરાંત ચીનની કંપની ટિક-ટોકના માલિક પણ ટ્રમ્પના સમારોહમાં સામેલ થયા હતા. ટ્રમ્પ (donald Trump) ટૂંક સમયમાં શી જિનપિંગને મળી શકે છે અને બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થઈ શકે છે. જ્યારે આ ભારત માટે સારા સંકેત નથી. એશિયામાં ચીન ચીન તરફ અમેરિકાનું પગલું ભારતથી તેનું અંતર વધારી શકે છે.

 

Scroll to Top