Reciprocal Tariff | દુનિયાને રાહત, ચીનને 125%નો ઝટકો, ટ્રમ્પે ટેરિફ યોજના મુલતવી રાખી

Trump Hit 90-Day Pause On Tariffs For All Countries Except China

Reciprocal Tariff | રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોડી રાત્રે ભારત સહિત 75 દેશોને રાહત આપી. અમરેકિા ટેરિફ પર 90 દિવસનો મોરેટોરિયમ લાદવામાં આવ્યો છે. પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનના સામાન પર 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે ચીન વિરૂદ્ધ ટેરિફ વોરમાં નવી મિસાઈલ છોડી છે. તેમણે ચીનથી આયાત થતી વસ્તુઓ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જાણકારો અનુસાર અન્ય દેશોને આપવામાં આવેલી રાહતની અસર ચોક્કસપણે થશે, પરંતુ ચીન સાથે વધતા સંઘર્ષથી નુકસાન પણ થશે.

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વધુ થાય છે, બંને દેશ ઘણી વસ્તુ માટે એકબીજા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, ટ્રેડ વૉરને કારણે આર્થિક મંદીનો ભય મંડરાઈ રહ્યો છે. દરમિયાન, ટ્રમ્પની રાહતથી ભારત જેવા દેશોને ચોક્કસપણે રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકો અનુસાર ભારતે કોઇ ભદલાની ભાવનાથી અમેરિકા પર વળતો ટેરિફ લાદ્યા ન હતા, તેના બદલે વાતચીત માર્ગ ખોલવામાં આવ્યો હતો. હવે આનું પરિણામ એ આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને રાહત આપી છે.

 

ચીન પર 125 ટકા ટેરિફ કેમ?
જોકે, જે 75 દેશને રાહત મળી છે તેમના પર પારસ્પરિક ટેરિફ વસૂલવામાં આવશે નહીં પરંતુ 10 ટકા ડ્યુટી ચાલુ રહેશે. પોતાના નિર્ણય અંગે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે મેં તેને 90 દિવસ માટે થોભાવી દીધું છે અને અન્ય દેશો પરના રેસિપ્રોકલ (પારસ્પરિક) ટેરિફને પણ 10 ટકા સુધી ઘટાડી દીધા છે. આ નિર્ણય તાત્કાલિક અમલમાં આવશે. ચીનનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે લખ્યું કે તે વિશ્વ બજારો પ્રત્યે અનાદર દાખવી રહ્યું છે, જેના કારણે અમેરિકા હવે તેની પાસેથી 125 ટકા ટેરિફ વસૂલશે. ચીને સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશો તેનું શોષણ સહન કરશે નહીં.

ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો છે, પરંતુ અન્ય દેશો પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું છે. નિષ્ણાતો માને છે કે અમેરિકન બજારે પણ ટ્રમ્પના ટેરિફનું સ્વાગત કર્યું નહોતું, ત્યાં પણ કોરોના સમયગાળા પછી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, આવી સ્થિતિમાં ટ્રમ્પ પર પહેલાથી જ દબાણ હતું. તેના પગલે ભારત સહિત 75 દેશોને આ રાહત આપવામાં આવી છે.

Scroll to Top