શિયાળાની ઠંડીની મજા લેવા BF સાથે તૃપ્તિ ડિમરી બાઇક રાઈડ પર

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. મળતી માહિતી અનુસાર બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે. તૃપ્તિ અને સેમ ઘણીવાર એકબીજાની સાથે જોવા મળે છે. હવે આ બંન્ને બાઇક રાઇડ પર જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

BF સાથે બાઈક રાઈડ પર જોવા મળી

તૃપ્તિએ બાઇક રાઇડ દરમિયાન માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો. પરંતુ પાપારાઝીએ તેને ઓળખી લીધો અને તેના ફોટા અને વીડિયો ક્લિક કર્યા હતા. વાયરલ થઈ રહેલો આ વીડિયો રવિવાર સાંજનો છે. ફોટોગ્રાફર્સે તૃપ્તિને જોઈ તો તેમણે ફોટા માંગ્યા પરંતુ અભિનેત્રીએ મોં ફેરવી લીધું હતું. તૃપ્તિના લુકની વાત કરીએ તો તેણે બ્લુ પેન્ટ સાથે સફેદ ટોપ પહેર્યું હતું. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથેનો લુક વાયરલ થઈ રહ્યો છે.

તૃપ્તિ ડિમરી અગામી ફિલ્મ ધડક 2માં જોવા મળશે

તૃપ્તિ ડિમરી છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ભૂલ ભુલૈયા 3માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તૃપ્તિની સાથે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. હાલમાં તેની પાસે પ્રોજેક્ટની લાઇન છે. એનિમલથી તૃપ્તિ મેકર્સની પહેલી પસંદ રહી છે. તે ટૂંક સમયમાં ધડક 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને બંનેની જોડી અદભૂત લાગી રહી છે.

વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી લીધો સંન્યાસ

વિક્રાંતે પોતાની સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે, હેલો છેલ્લા કેટલાક વર્ષો અને તેના પછીના વર્ષો શાનદાર રહ્યા છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને ખ્યાલ આવે છે કે ઘરે પાછા જવાનો સમય છે. પતિ પિતા અને પુત્ર અને અભિનેતા તરીકે પણ. આગામી 2025 માં અમે છેલ્લી વાર એકબીજાને મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો હંમેશા રહેશે. તેમને તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

Scroll to Top