ટ્રેનમાં 500 લોકો હતા સવાર
રેલ્વેટ્રેક પર વિસ્ફોટક રાખી હાઈજેક કરી
ટ્રેનમાં 100થી વધુ લોકોને બંધક બનાવ્યા
Pakistan News: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરવામાં આવી છે. આ ટ્રેન બલૂચ આર્મીએ હાઈજેક કરી છે. આ ટ્રેનમાં 450થી વધુ મુસાફરો સવાર હતા. આ સંગઠન દ્વારા સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી કે, ક્વેટાથી પેશાવર જતી ટ્રેનને હાઈજેક કરી છે. આ ટ્રેનમાં કૂલ 500 લોકો સવાર હતા, જેમાંથી 100 થી વધુ લોકોને બંધક બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંગઠન વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી તો બધાને મારી નાખશું.
ક્વેટાથી પેશાવર જતી ટ્રેનને હાઈજેક કરવામાં આવી
બલબચિસ્તાનના પ્રાંતીય અધિકારીએ જણાવ્યું હતું કે, BLAએ ટ્રેનને હાઈજેક કરી છે. બોલાનના મસ્કફ વિસ્તારમાં જાફર એક્સપ્રેસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ટ્રેન ડ્રાઈવરને ભંયકર ઈજા થઈ છે. હુમલો થયો ત્યારે ટ્રેન બોલાન વિસ્તારમાં ટનલની અંદર પહોંચી હતી. આ ટ્રેન ટનલ નંબર 8 પર પહોંચ્તા જ ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોએ ટ્રેનના એન્જિન પર ફાયરીંગ કર્યું જેમાં પાકિસ્તાના 6થી વધુ સૈનિક ઘાયલ થયા હતા.
પાકિસ્તાના 6થી વધુ સૈનિક ઘાયલ
બલૂચ લિબરેશન આર્મીએ માહિતી શેર કરતા જણાવ્યું કે 100થી વધુ પાકિસ્તાન સૈનિકોને બંધક બનાવ્યા છે. આ ઉપરાંત 6થી વધુ BLAએ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવામાં આવ્યા છે. BLA પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો સવાર તમામ મુસાફરોને મારી નાખવામાં આવશે. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી પાકિસ્તાનનો વિરોધ ચાલી રહ્યો છે.