Tour Guideline: શાળાએ પ્રવાસ કરવો હોશે તો, આ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવું પડશે

હરણી બોટ દુર્ઘટના બાદ શાળાઓના શૈક્ષણિક પ્રવાસો પર રોક લગાવાઈ હતી અને શિક્ષણ વિભાગે કડક પગલાં લેતાં તમામ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો માટે મંજૂરી વગર બહાર જવાનો પ્રતિબંધ મૂક્યો હતો. આ અનિચ્છનીય ઘટના બાદ, વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે શૈક્ષણિક પ્રવાસો માટે નવા નિયમો ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માર્ગદર્શિકા પર મહોર લાગી ગઇ છે જે થોડીવારમાં જારી થવાની છે. એમાં શાળાઓ માટે તમામ સૂચનાઓનો સમાવેશ કરવામાં આવશે. જેથી શાળાઓ કાયદેસરની પદ્ધતિ અનુસાર વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરી શકે.

નવી ટૂર ગાઇડલાઇન જાહેર

રાજ્ય સરકાર આજે નવી ટૂર ગાઇડલાઇન જાહેર કરવાની છે. જેમાં શાળાઓના પ્રવાસો માટે સ્પષ્ટ અને કડક નિયમો લગાવવામાં આવશે. આ માર્ગદર્શિકાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, શાળાઓને શૈક્ષણિક પ્રવાસો માટે સમયસર સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવે અને વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

15 દિવસ પહેલાં જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી પડશે
શૈક્ષણિક હેતુ માટેના કોઈપણ પ્રવાસ માટે શાળાઓએ 15 દિવસ પહેલાં જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી પડશે. આમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રવાસ માટે અગાઉથી પરમિશન લેવી જરૂરી રહેશે. જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના નિવારી શકાય.

RTO અને સ્થાનિક પોલીસની જાણ કરવી જરૂરી
પ્રવાસ દરમિયાન પ્રવાસ માટે લાવવામાં આવતી વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RTO ને પણ જરૂરી માહિતી પૂરી પાડવી પડશે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસને પણ પ્રવાસ વિશે જાણ કરવામાં આવશે, જેથી તેઓએ માર્ગસુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે યોગ્ય પગલાં લઈ શકે.

મહત્વની સૂચનાઓ 

– પ્રવાસ માટે વાલીઓની સહમતી મેળવવાની રહેશે
– આચાર્ય ની અધ્યક્ષતામાં પ્રવાસ માટે સમિતિ બનાવવાની રહેશે
– પ્રવાસ ના પ્રકાર અનુસાર ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે
– પ્રવાસના દિવસ પ્રમાણે વિગતો આપવાની રહેશે
– અનુભવી વ્યક્તિ કન્વિનર તરીકે રહેશે
– પ્રવાસ માટે કોઈને ફરજ પાડી શકાશે નહીં
– ૧૫ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક રીખવાનો રહેશે
– ફર્સ્ટ એઈડ કીટ સાથે રાખવાની રહેશે
– જીપીએસ ટ્રેકિંગ વાળા વાહનો માં જ પ્રવાસ કરવાનો રહેશે
– ફાયર સેફ્ટી ના સાધનો રાખવાના રહેશે
– બોટ રાઈડ મરજિયાત રાખવામાં આવ્યું
– બોટ રાઈડ ટાળવા અથવા ક્ષમતાથી વધુ ન બેસાડવા
– ગૃપ વાઈઝ એક શિક્ષક સાથે રાખવા અને લાઈફ જેકેટ ફરજિયાત રાખવા સૂચના
– તરણ જેવી જોખમી સ્પર્ધા માં ભાગ લેવાનો રહેશે નહીં
– રાત્રી ૧૦ વાગ્યા સુધી રાત્રી રોકાણ ના સ્થળ સુધી પોહોંચી જવું

Scroll to Top