આજ IPL ઇતિહાસ સૌથી સફળ ટીમ વચ્ચે મેચ…રેકોર્ડ લાગશે વણઝાર

વિશ્વની સૌથી સફળ લીગ IPL સિઝન 18 શરૂઆત થઈ છે ત્યારે આજ IPLસૌથી સફળ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ચેન્નઇના ચેપોક સ્ટેડિયમ સાંજે 7:30 વાગે શરુ થશે. મુંબઇ ઇન્ડિયન અને ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 5- 5 વખત ચેમ્પિયન બની ચૂક્યા છે. ત્યારે આ પોતાના વિજય અભિયાન સાથે મેદાનમાં ઉતરશે જેમાં મુંબઇ ઇન્ડિયન્સ જસપ્રીત બુમરાહ વિના મેચ ઉતરશે. ત્યારે બીજી બાજુ વિશ્વના સૌથી શ્રેષ્ઠ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની એક ઝલક જોવા દર્શકો સ્ટેડિયમ પહોંચશે

આજની મેચમાં બનશે રેકોર્ડ…!

આજ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેની મેચ શરૂઆત અનેક રેકોર્ડ તમામ દર્શકોની નજર રહેશે. જેમાં મહેન્દ્રસિંહ ધોની,રોહિત રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા રેકોર્ડ પર નજર રહેશે. જેમાં મહેન્દ્રસિંહ ધોની આજની મેચમાં 19 રન કરતા જ ચેન્નાઈ તરફથી સૌથી વધુ રન બનાવનાર સુરેશ રૈના રેકોર્ડ તોડી આજથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. સાથે વિકેટ પાછળ 6 કેચ કે સ્ટમ્પિંગ કરી પોતાના 200 શિકાર પૂર્ણ કરશે જેમાં સૌથી વધુ સ્ટેમ્પ પાછળ રેકોર્ડ પોતાનો નોંધાવશે. જોકે 194 શિકાર કરી સૌથી વધુ કેચ કે સ્ટેમ્પિંગ કરવાનો રેકોર્ડ તેના નામે છે. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ કપ્તાન રોહિત શર્માના રેકોર્ડ પર તમામ નજર રહેશે. આજની મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે મેદાન રમવા ઉતરવાની સાથે સૌથી મેચ રમવાનો રેકોર્ડ તેના નામે થઈ જશે.હાલ દિનેશ કાર્તિક સૌથી મેચ રમવાનો રેકોર્ડ છે સાથે ૧૪૨ રન કરવાની સાથે શિખરના ધવન પાછળ છોડીને સૌથી વધુ રન કરવામાં બીજા ક્રમે પહોંચી જશે.

રવિન્દ્ર જાડેજા નોંધાવશે અનોખો રેકોર્ડ

રવિન્દ્ર જાડેજા IPL સિઝનમાં 2 રેકોર્ડ કરી અનોખી સીધી હાંસલ કરી લેશે 8 વિકેટ લેવાની સાથે ડેવન બ્રાવો 140 રોકર્ડ તોડી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે સાથે 41 રન કરવાની સાથે 3 હજાર રન પૂરા કરશે જેના IPL ઈતિહાસમાં ૩ હજાર રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની જશે આ તમામ રેકોર્ડ પર આજ તમામ લોકોની નજર રહેશે

મહેન્દ્રસિંહ ધોની 300 દિવસ બાદ મેદાનમાં

મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર IPL મેચ રમી રહ્યો છે. ત્યારે 300 દિવસ બાદ ફરીએકવાર મેદાનમાં ઉતરશે મહેન્દ્રસિંહ ધોની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યા દર્શકો ચેન્નાઈના ચેપકો સ્ટેડિયમ પહોંચે આજની મેચ પણ સ્પિનરની ભૂમિકા મહત્વની રહેશે. સાથે જે પણ ટીમ ટોસ જીતશે તો પોતે બેટિંગ કરશે. અહીંયા રમાયેલા મેચમાં 86 ટકા મેચ પ્રથમ બેટિંગ કરનાર જીતી છે

Scroll to Top