Indravijay Singh Gohil: ગુજરાત કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil) નો આજે જન્મ દિવસ છે.કોંગ્રેસના સૌવથી સક્રિય યુવા અને સ્પષ્ટ વક્તા સાથે જૂજારૂ નેતા છે.આ ઉપરાંત તેઓ કોંગ્રેસમાં મોટો બદલાવ લાવ્યા હતા. તેમજ યુવાનોના રોલ મોડલ પણ છે.ઇન્દ્રવિજયસિંહ ગોહિલે (Indravijay Singh Gohil) 1997થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIથી રાજનીતીની શરૂઆત કરી હતી. 2002માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા. 2005માં ગુજરાત યુનિવર્સીટીની ચૂંટણીમાં NSUI ને ભવ્ય વિજય અપાવી હતી. 2009માં યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આમ 7 વર્ષ NSUI અને 3 વર્ષ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. હાલ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil) કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ છે.
તેમના માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil) ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજકારણમાં સક્રિય થયા બાદ તેમના માર્ગદશન હેઠળ અનેક યુવા નેતા તૈયાર થયા છે. NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખ પણ તે નક્કી કરે તેમને જ બનાવવામાં આવ્યા હતા. આજે પણ કોંગ્રેસમાં યુવાઓના નેતા તરીકે તે ઓળખાય છે. યુવા કાર્યકરો તેમને યુવા બ્રિગેડ તરીકે પણ ઓળખે છે. તથા ગુજરાત કોંગ્રેસના યુવા વર્ગ પર ડો. ઈન્દ્રવિજયસિંહ (Indravijay Singh Gohil) ની ખુબ મજબુત પકડ છે.
20 વર્ષથી અનેક યુવાઓને કોંગ્રેસમાં તૈયાર કર્યા
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil) ને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસમાં યુવા નેતાઓમાં અનેક પ્રકારના પરિવર્તન આવ્યા છે. તેમના માર્ગદશનમાં કોંગ્રેસ આગળ વધી શકે, તે માટે પાર્ટીમાં યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું કોંગ્રસમાં સામાન્ય કાર્યકર્તા તરીકે આવ્યો હતો. મારી સાથે કામ કર્યું હોય તેવા અનેક લોકોને કોંગ્રેસમાં ટિકિટ મળી છે. 20 વર્ષથી અનેક યુવાઓને કોંગ્રેસમાં તૈયાર કર્યા છે. હું કાર્યકારી પ્રમુખ ન બન્યો હોત તો પણ કોંગ્રેસમાં યુવાઓને પ્રથમ હરોળમાં સ્થાન અપાવેત.
2022ની વિધાનસભામાં 12 જેટલા યુવા ઉમેદવારોને ટિકિટ અપાવી હતી
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil) સાથે અથવા તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને ભુતકાળમાં તેમની સાથે કામ કરી ચૂકેલા 12 જેટલા ઉમેદવારોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાને ધંધુકા, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનસિંહ ડોડીયાને તલાલા, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને થરાદ વિધાનસભા પરથી ટિકિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 9 ઉમેદવારો જે ભૂતકાળમાં ઇન્દ્રવિજયસિંહ (Indravijay Singh Gohil) ગોહિલ સાથે NSUI કે યુથ કોંગ્રેસમાં જોડાયેલા હતા તેમને ટિકિટ આપવામાં આવી હતી.