ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે શંકરસિંહ સામે રીતસરનો મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જયવીરરાજસિંહે શંકરસિંહને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જયવીરરાજસિંહનું કહેવું હતું કે, “શંકરસિંહ વાઘેલાએ જે વાત કરી કે ચૂંટણી સમયે રૂપાલા વિવાદ વખતે જે એકતા ક્ષત્રિય સમાજમાં જોવા મળી તે હવે કાયમ રહેવી જોઈએ. તેમાં તો હું એગ્રી તો હતો જ અને કેમ ના રહું? આ તો સારી વાત છે. પરંતુ બાપુનું કહેવું હતું કે, ભાજપ પાસે જેમ RSS છે તેવી જ એક સંસ્થા ક્ષત્રિયોની બનાવવી જોઈએ. તે સમયે લાગ્યું કે મારા દાદાના મૃત્યુને હજુ 6 દિવસ થયા છે, ત્યારે બાપુ આવી વાત કરી રહ્યા છે. શું સમાજના આટલા મોટા વડીલને સિદ્ધાંતો વિષે કઈ ખબર નથી? કે આવા સમય આવી વાત ના કરાય. ત્યારે મેં સ્પષ્ટ કહ્યું કે, મારા પૂર્વજો કે પરિવારને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરું. રહી વાત રાજકારણની તો શૈક્ષણિક અને આર્થિક વિષયો જેવા ઘણા મુદ્દાઓ છે કે જે કામે લાગે જ છે.” હવે વિવાદ તો આપણે જાણ્યો પરંતુ તે વચ્ચે દશેરાના દિવસે ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જ્યાં ભાવનગરના યુવરાજ એવા શબ્દ બોલ્યા છે કે જેને લઈને અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
જયવીરરાજસિંહનો ઈશારો કોના તરફ હતો?
ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન દરમિયાન ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું હતું કે, “પરષોત્તમમર્યાદા રામના ભાઈ લક્ષ્મણજી હતા. જેમની જરૂરિયાત આજે સમાજને છે. મહેરબાની કરીને વિનંતી છે કે, જયારે તમે આજે રામાયણને યાદ કરો ત્યારે એક પણ વિભીષણ ના બનતા. લક્ષ્મણજી બનજો.” આ કાર્યક્રમ દરમિયાન ગરાસિયા રાજપૂત સમાજના અનેક લોકો ઉપસ્થિત હતા. સાથે જ રાજસ્થાનના યુવા ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ ઉપસ્થિત હતા. હવે આટલા બધા સમાજના આગેવાનો વચ્ચે જયવીરરાજસિંહનો આ ઈશારો કોના તરફ હતો? ચાલો જાણીએ.
દશેરાએ જ શંકરસિંહના ઘોડાના પગમાં ફેક્ચર પડ્યું
કેટલાક દિવસ અગાઉ શંકરસિંહ બાપુએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગરાસિયા રાજપૂત સમાજના લોકોને લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાવનગરના મહારાજ સાહેબ પોતે ઉપસ્થિત હતા. પરંતુ યુવરાજ નહોતા આવ્યા. તે સમયે યુવરાજે શંકરસિંહને વખોડ્યા પણ હતા. નવી પોલિટિકલ પાર્ટી બનાવવાના શંકરસિંહના સપનાઓ પર ફરી વળ્યું છે. દશેરાએ જ તેમના ઘોડા દોડ્યા નથી. તે વચ્ચે યુવરાજે વિભીષણ નહીં બનવાની સલાહ કોને આપી હશે? તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. જો તમે આ વિષય પર વધુ જાણવા માંગતા હોય તો અહીં ક્લિક કરો.