Surat | સુરતમાં વધુ એક હત્યા થતાં થતાં રહી ગઈ, વેપારી પર ત્રણ શખ્સનો હુમલો, માથે ચપ્પુ માર્યું, જુઓ CCTV

three man Attack on cloth merchant in Varachha surat

⇒ Suratના વરાછામાં વેપારી પર જીવલેણ હુમલો

⇒ ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસનું રિકન્સ્ટ્રક્શન!

Surat News | સુરત (Surat) શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કપોદ્રા (kapodara)માં કાપડના વેપારી અને તેમની માતા પર ત્રણ આરોપીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વેપારીને માથામાં ચપ્પુ મારી માતાની છેડતી કરી હતી. વરાછા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી. જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.

પર્વત પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતા વેપારી વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડની દુકાન ચલાવે છે. વેપારી મનન (નામ બદલ્યું છે) બાઈક પર જતા ત્રણ અસામાજિક તત્વો હાર્દિક, ઉદય અને સતિષ સાથે ગત 15 એપ્રિલના રોજ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.

જેનો ખાર રાખી તમામે ભેગા મળી મનનને ગડદા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. દરમિયાન સતીષે છરીથી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્રણેય શખ્સોએ મનનને બચાવવા આવેલી તેની માતા ઉપર મારી નાખવાના ઇરાદે હુમલો કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો. આ સાથે તેમની છેડતી પણ કરી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી આરોપીઓ ભાગી ગયા હતાઆ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police Station)માં ત્રણેય આરોપી સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી. ગણતરીના કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવિણભાઇ શાહ (ઉં.વ.24, ધંધો. નોકરી, રહેવાસી ઘર નં.103,બી/1 પહેલા માળે નંદ પાર્ક સોસાયટી અંકુર ચોકડી પાસે એ.કે.રોડ વરાછા સુરત), ઉદય જેતુભાઇ કોટીલા (ઉં.વ.22 ધંધો. નોકરી, રહે. ઘર નં.402 ચોથા માળે માધવ રેસીડેન્સી અંકુર ચોકડી પાસે એ.કે.રોડ વરાછા સુરત) અને સત્યજીત ઉર્ફે સતીષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડા (ઉં.વ.30, ધંધો. હીરા મજૂર, રહે.ઘર નં. 141 ધારા સોસાયટી રંગોલી ચોકડી પાસે વેલેન્જા ગામ ઉત્રાણ સુરત)ને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top