Gir Somnath ના Talala ગીરના આ Resort માં ચાલતું હતું ગેરકાયદે આ કામ, LCB ત્રાટકી તો હોશ ઉડી ગયા

Gir Somnath જીલ્લાના Sasan Gir ના ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાંથી લાંબા સમયથી ચાલતા મસમોટા જુગારધામ પર ગીર સોમનાથ જીલ્લાની એલસીબી પોલીસે છાપો મારી રિસોર્ટ માલિક, મેનેજર સહીત 55 પંટરોને દબોચી લેતા નાસભાગ મચી હતી. જો કે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ એલસીબીના પીઆઈ અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુગારીઓને રોકડ 28.54 લાખ, 15 વાહન, 70 મોબાઈલ, દારૂૂની 4 બોટલ મળી રૂૂ.2 કરોડ, 34 લાખ 90 હજારનો મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સાસણ ગીરના 'ધ ગીર પ્રાઈમ' રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયું, કરોડોનો મુદ્દામાલ  જપ્ત - News Capital

મળતી વિગતો મુજબ Gir Somnathના સાસણ ગીરમાં સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાંથી લાંબા સમયથી જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ગીર સોમનાથ જીલ્લા એલસીબીના પીઆઈ એ.બી. જાડેજા દ્વારા રિસોર્ટ પર ડોગ વોચ ગોઠવી હતી અને તપાસના અંતે જુગારધામની બાતમીને સમર્થન મળતા આજે આ રિસોર્ટ પર દરોડો પડાયો હતો.

Gir Somnath જીલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઇ એ. બી.જાડેજા, પીએસઆઇ સિંધવએ સ્ટાફના શૈલેષ ડોડીયા, નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, કછોટ ભાઈ, લાલજીભાઈ, રામદેવસિંહ, સુભાષભાઈ, નટુભા, પીઠરામભાઈ, પ્રવીણભાઈ, પ્રવિણ મોરી, ગોવિંદસિંહ, રાજુભાઈ, ધર્મેન્દ્રસિંહ, કમલેશભાઈ પિઠીયા ભુપેન્દ્રભાઈ સાથે રાખીને ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં દરોડો પાડતા અહીંથી મસમોટું જુગારધામ ઝડપાયું હતું.

દરોડા સમયે પોલીસને સાચવવા અને આરોપીઓને છોડી દેવા ભલામણોનો દૌર શરુ થયો હતો પણ પૈસાને બદલે ફરજને પ્રાધાન્ય આપવામાં જ માનતા પીઆઈ એ.બી.જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરીને ગુન્હો નોંધવા જ ધોકો પછાડીને પંટરોને અને રિસોર્ટ સંચાલકોને શાંત પાડી દીધા હતા.

દરોડાની વિગતો આપતા ગીર સોમનાથ એલસીબીના પીઆઈ આર્વિંદસિંહ જાડેજાએ “રાજકોટ મિરર”ને જણાવ્યું હતું કે, સાસણ ગીરમાં સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમી બાદ ખાનગી રાહે તપાસ કરવામાં આવતા બાતમી વજૂદવાળી સાબિત થતા વિલંબ કર્યા વગર રિસોર્ટ પર જુગાર દરોડો પાડતા મુખ્ય આરોપી ભાવેશ ઈશ્વર રામી, મેનેજર અને સંચાલક અજય રતિલાલ ભરાડ, ઉમેશ રતિલાલ ભરાડ એમ બંને સહીત 55 શખ્શો જુગાર ખેલતા ઝડપાઈ ગયા હતા.

દરોડા સમયે પોલીસે દારૂૂની 4 બોટલ, રોકડ રૂૂ. 28,54,700, રૂૂ. 1 કરોડ 80 લાખના 15 વાહનો, રૂૂ.26 લાખ 34 હજારના 70 મોબાઈલ મળી રૂૂ. 2 કરોડ, 34 લાખ 90 હાજર 700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના કહેવા મુજબ આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના પંથકના હોવાની વિગતો બહાર આવી છે. એ ઉપરાંત ભાવેશ રામી નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાનું તેમજ અહી ખેલવા આવતા પંટરોને દારૂૂ સહિતની વ્યવસ્થા કરી આપતો હોવાની વિગતો મળી રહી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસોમાં સૌરાષ્ટ્રની પ્રજા મોટે ભાગે આવા રિસોર્ટમાં હરવા ફરવા જતી હોય છે પણ હવે રિસોર્ટ પણ જુગારનું પ્રદુષણ પ્રવેશી ગયું હોય તેમ આજે ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાતા શાંત લોકોમાં ચકચાર જાગી છે. સાસણગીર અને સોમનાથ જીલ્લામાં આજનો જુગાર દરોડો સૌથી મોટો દરોડો મનાઈ રહ્યો છે.

આરોપીઓ એટલા કે પોલીસ સ્ટેશનમાં જગ્યા જ ના રહી 

સમગ્ર દરોડાની કાર્યવાહીમાં ગીર સોમનાથ જીલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઇ એ. બી.જાડેજા, પીએસઆઇ સિંધવ, સ્ટાફના શૈલેષ ડોડીયા, નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, કછોટ ભાઈ, લાલજીભાઈ, રામદેવસિંહ, સુભાષભાઈ, નટુભા, પીઠરામભાઈ, પ્રવીણભાઈ, પ્રવિણ મોરી, ગોવિંદસિંહ, રાજુભાઈ, ધર્મેન્દ્રસિંહ, કમલેશભાઈ પિઠીયા ભુપેન્દ્રભાઈ સહીત રોકાયા હતા.

Scroll to Top