આ ગુજરાતીએ મુંબઈમાં ડંકો વગાડ્યો

મહારાષ્ટ્રમાં NDA પ્રચંડ બહુમતી હાંસલ કરતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પરિણામોની સાથે મૂળના ગુજરાતના વતની અને મહારાષ્ટ્રમાં સ્થાય થયેલા મૂળજી પટેલ ઉર્ફે કાકા પાટણનો અંધેરી વેસ્ટથી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે આ પ્રધાનમંત્રીના આશીર્વાદથી જીત્યો છે.

ગુજરાતના મૂળજી પટેલનો મહારાષ્ટ્રમાં વટ

મૂળજી પટેલ ઉર્ફે કાકા પાટણના મણૂંદના છે. આ વખતે તેઓ ભાજપમાંથી જીત્યા છે. ગુજરાતમા પાટણ- મહેસાણાથી છેક મુંબઈ- નાસિક અને એક સમયે પૂના સુધી GSTRCની બસો દોડતી હતી. તે અહીંથી સ્થળાતંર કરનારા પોચગોમ માટે હતી. હાલમા આ સમાજની ત્રીજી ચોથી પેઢી જન્મે ગુજરાતી છતાય મરાઠી છે. તેમના પૂર્વજો કરિયાણુ અને દૂધ- મીઠાઇ, લાકડાના વેપારર્થે નાસિક- પૂનામા સ્થિર થયા હતા.

મૂળજી પટેલ જન્મે ગુજરાતી છતાય મરાઠી

ગુજરાતમા ગાયકવાડી રાજ મા સૌથી વધુ શિક્ષણ મેળવીને એક સમયે સેંકડો શિક્ષકો- કેળવણીકારોનુ સર્જન કરનારા યુનાઇટેડ સ્ટેટ ઓફ મેહોંણાના પાંચ ગામ લેઉવા પાટીદારો પૈકી હજી સુધી ભાજપે તો ટિકીટ આપી નથી પણ મુંબઈ, નાસિક અને પૂનામા ફેલાયેલા આ સમાજનો પહેલો વિરલો અંધેરી વેસ્ટથી ચૂંટાયો છે.

મહારાષ્ટ્રમાં BJP સૌથી મોટી પાર્ટી

મહારાષ્ટ્રમાં BJP સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો વલણો પરિણામોમાં બદલાય તો BJP રાજ્યમાં પોતાનો હાઈટાઈમ રેકોર્ડ તોડશે. BJP એ 2014માં 122 બેઠકો પર જીત મેળવી હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ પર BJP નો દાવો મજબૂત થઈ ગયો છે. જોકે, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પાર્ટીના નેતાઓ બેસીને આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે.

Scroll to Top