America: હાયર એજ્યુકેશન માટે અમેરિકા હંમેશાથી ઇન્ડિયન સ્ટુડન્ટસ નો પ્રથમ પસંદગીનો દેશ રહ્યો છે. પરંતુ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા જરાય આસાન નથી. ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન છેલ્લા નાણાકીય વર્ષમાં અમેરિકાએ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ કર્યા હતા. અમેરિકામાં સ્ટુડન્ટ માટે f1 વિઝા હોય છે પરંતુ ગત નાણાકીય વર્ષમાં અમેરિકાએ તમામ દેશોના કુલ મળીને 41% સ્ટુડન્ટ વિઝા અરજીઓ રિજેક્ટ કરી દીધી લીધી હતી. જે 2024 ના રિજેક્ટ કરવામાં આવેલા સ્ટુડન્ટ વિઝાની સરખામણીના ડબલથી પણ વધુ છે.
ઇન્ડિયન એક્સપ્રેસે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટાનું એનાલિસિસ કર્યું હતું અને તેના આધારે પબ્લિશ કરેલા રિપોર્ટ પ્રમાણે 2023-24 માં અમેરિકાને f1 વિઝા માટે કુલ 6.79 લાખ અરજીઓ મળી હતી. જેમાંથી 2.79 લાખ એટલે કે 41% અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે 2022-23 માં 6.99 લાખ અરજીઓ મળી હતી. જેમાંથી 2.53 લાખ એટલે કે 36% ફગાવી દેવાઈ હતી જો કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કયા દેશના કેટલા સ્ટુડન્ટસના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેના ડેટા જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ 2024 ના પ્રથમ નવ મહિનામાં અમેરિકાએ 38% ઇન્ડિયન સ્ટુડન્ટસના વિઝા રિજેક્ટ કર્યા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે છેલ્લા એક દાયકામાં તમામ દેશોમાંથી આવતી સ્ટુડન્ટ વિઝાની અરજીઓના રિજેક્શનનો રેટ વધી ગયો છે. આ સમયગાળા દરમિયાન 2014-15 માં અરજીઓની કુલ સંખ્યા 856 લાખ પર પહોંચી હતી. પરંતુ ત્યાર પછીના કેટલાક વર્ષોમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં પણ કોવિડ-19 પેન્ડેમિકના કારણે 2019-20 માં આ સંખ્યા ઘટીને 1.62 લાખના તેના સૌથી નીચલા સ્તરે પહોંચી હતી. જો કે કોવિડ બાદ અરજીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. પરંતુ 2023-24 માં તેમાં 3% નો ઘટાડો થયો હતો. F1 વિઝા એક નોન ઇમિગ્રન્ટ કેટેગરીના વિઝા છે જે અમેરિકામાં અભ્યાસ માટે આવતા ફોરેન સ્ટુડન્ટસને આપવામાં આવે છે. જ્યારે M1 વિઝા વોકેશનલ અને નોન એકેડેમિક પ્રોગ્રામ માટે આવતા ફોરેન સ્ટુડન્ટસને ઇસ્યુ કરાય છે.
સ્ટુડન્ટ વિઝાના રિજેક્ટ નો રેટ કેમ વધ્યો છે તે અંગે પૂછતા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિઝાના તમામ નિર્ણયો ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ એટલે કે આઈએનએ અને ફેડરલ રેગ્યુલેશનની લાગુ પડતી જોગવાઈઓ પ્રમાણે કેસ બાય કેસના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કયા દેશના કેટલા સ્ટુડન્ટસ વિઝા રિજેક્ટ થયા હતા. તેનો દેશ પ્રમાણેનો ડેટા આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019 થી વિઝા ડેટાની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના ફાઇનલ આંકડા રિપોર્ટ ઓફ ધ વિઝા ઓફિસના વાર્ષિક રિપોર્ટમાં ઉપલબ્ધ હોય છે. દેશ પ્રમાણેના વિઝા રિજેક્શનના આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 દરમિયાન અમેરિકાએ 64008 ઇન્ડિયન સ્ટુડન્ટસના વિઝા રિજેક્ટ કર્યા હતા. જો કે તેમ છતાં અમેરિકામાં અભ્યાસ કરનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસમાં ઇન્ડિયન સ્ટુડન્ટસની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. ઓપન ડોર્સ 2024 ના રિપોર્ટ પ્રમાણે 2023-24 માં ચાઇનીઝ સ્ટુડન્ટસને પાછળ રાખીને ઇન્ડિયન સ્ટુડન્ટસ અમેરિકામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસનું સૌથી મોટું ગ્રુપ બની ગયું હતું. 2023-24 માં અમેરિકામાં 3.31 લાખ ઇન્ડિયન સ્ટુડન્ટસ અભ્યાસ કરી રહ્યા હતા. જો કે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે. જેના કારણે ઇમિગ્રેશનને લઈને અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે. જેના કારણે સ્ટુડન્ટ વિઝાના રિજેક્શનનો રેટ હજી પણ વધી શકે છે.