Junagad માં સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, મહેશ ગીરીએ લગાવ્યા આક્ષેપ

Junagad: જૂનાગઢમાં આવેલા ગરીનારમાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરના ગાદીપતિ તનસુખ ગીરીનું અવસાન થતા ગાદી વિવાદ વકર્યો હતો. આ વિવાદ ભૂતનાથના મંહત મહેશ ગીરી અને હરી ગીરી વચ્ચે ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહેશ ગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક મોટો ઘટસ્ફોટ કર્યો હતો.મહેશ ગીરીએ હરી ગીરી પર સણસણતા આક્ષેપ કર્યા હતા.

રાજકારણીને શરમાવે તેવું કાર્ય સાધુ સંતોએ કર્યું

સાધુઓના વિવાદે અનેક રહસ્યો ખુલ્લા પાડ્યા છે. રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે. ત્યારે હવે મહેશગિરીએ હરિગિરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, અખાડાઓમાં દારૂ પીવાતો હોવાના અને મૂજરા થતા હોવાના આરોપ લગાવ્યા છે. આ સાથે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના મહેશગિરીએ વીડિયો પણ જાહેર કર્યા છે. મૂજરા અને સાધુ લથડિયા ખાતા હોવાનો પણ વીડિયો જાહેર કર્યો છે. મૂજરાનું આયોજન હરિગિરીના ચેલા જ કરતા હોવાની વાત પણ કરી છે.

પ્રેસ કોન્ફરન્સ કરી હરીગીરી પર આક્ષેપ કર્યા

મહેશ ગીરી બાપુએ કહ્યું હતું કે, કોઈપણ પૂરાવા વગર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. જો તમારી પાસે મારી વિરૂધ્ધ પૂરાવા અને કાગળો હોય તો જ મારી પર આક્ષેપ કરવા.કોઈની પણ તાકાત નથી મને (મહેશ ગરીને)પદભ્રષ્ટ કરવાની.તેમણે વધુમાં કહ્યું સમગ્ર ઘટનાને લઈ કોર્ટમાં જઈ ખુલાસા કરીશ. કોઈપણને છોડવામાં નહીં આવે. હરીગીરી સાથે જે પણ જવાબદાર હશે.તમામને જોઈ લેવામાં આવશે.પૂથ્વીમાં આવ્યો છું કામ પૂરી કરીને જઈશ.જૂનાગઢમાં રહીને હરીગીરી અને તેની ટોળકીએ અનેક પ્રકારના પાપ કર્યા છે.આ તમામ લોકોને જૂનાગઢમાંથી બર્ખાસાત કરો . હું પ્રમાણ સાથે કહ્યું છું.

મહેશગિરીએ ગિરીશ કોટેચા પર કર્યા પ્રહાર

આ સાથે મહેશગિરીએ ગિરીશ કોટેચા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા મનપા ચૂંટણી માટે ટિકિટની માંગણી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ‘ગીરીયો અને હરિયો’ બંનેને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને ભાજપને પણ લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આવા ભ્રષ્ટાચારીઓના કારણે જુનાગઢ બદનામ થઈ રહ્યું છે.’

 

Scroll to Top