27 ફેબ્રુઆરી 2002ની સવારે એક ભયાનક ઘટના બની હતી જેણે સમગ્ર દેશને હલાવીને રાખી દીધો હતો અને ભારતનો ઈતિહાસ બદલી નાખ્યો. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓ અને કાર સેવકોના જીવ ગયા હતા. આ એક એવી ક્ષણ હતી જે ભારતીય ઈતિહાસ અને રાજનીતિમાં મહત્વપૂર્ણ હતી, જેના ગંભીર અને ખતરનાક પરિણામો જોવા મળ્યા હતા.
રસપ્રદ મોશન પોસ્ટર રિલીઝ કર્યું
ભલે આ ઘટના વિશે વધુ ચર્ચા ન થઈ હોય, પરંતુ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટમાં કંઈક એવું બતાવવામાં આવશે જે દેશે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. ફિલ્મના મેકર્સે પોસ્ટર પછી હવે એક ખૂબ જ રસપ્રદ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ મોશન પોસ્ટર એક શક્તિશાળી સત્યથી ભરપૂર સ્ટોરીની ઝલક આપે છે જે પહેલાં ક્યારેય જોવા મળી નથી.
પોસ્ટરમાં તીવ્રતા અને શક્તિને સુંદર કેપ્ચર
ધ સાબરમતી રિપોર્ટનું નવું મોશન પોસ્ટર સામે આવ્યું છે, જેમાં તીવ્રતા અને શક્તિને સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી છે. મોશન પોસ્ટર એકદમ રસપ્રદ અને તાકાતવર લાગે છે, જેમાં બેકગ્રાઉન્ડમાં સળગતી અખબારની ક્લિપિંગ અને ગુસ્સાવાળી આંખો દર્શાવવામાં આવી છે! આનાથી દર્શકોમાં આગળ શું થવાનું છે તેની ઉત્સુકતા રહે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર 25 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થશે.
વિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શનના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે, જેનું દિગ્દર્શન ધીરજ સરના દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા આર કપૂર દ્વારા નિર્મિત છે. વી મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત, તે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.