Delhi માં મુખ્યમંત્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં થશે,આ નામ સૌથી આગળ

Delhi CM Name Announcement: દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. પરીણામ આવ્યાના 11 દિવસ બાદ પણ ભાજપ દિલ્હી (Delhi) મા સીએમના નામની જાહેરાત કરી શકી નથી. જોકે આજે સાંજે (19-2-25) ભારતય જનતા પાર્ટી ના મુખ્યમંત્રીના નામની જાહેરાત ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવી શકે છે. આ પહેલા સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં નિરીક્ષકોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

પરીણામના 11માં દિવસે પણ દિલ્હીને સીએમ નથી મળ્યા

દિલ્લી (Delhi) ના સીએમ નક્કી કરવા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ દિલ્લી (Delhi) ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડ સીએમના નામની જાહેરાત કરશે. મળતી માહિતી પ્રમાણે દિલ્લી (Delhi) ના નવા cm તરીકે નામ નક્કી થઈ ગયા છે. આ નામ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે.

પ્રવેશ વર્મા સૌથી આગળ

ભાજપના ટ્રેક રેકોર્ડ પ્રમાણે સીએમના નામને લઈને સરપ્રાઈઝ આપતા હોય છે.દિલ્હી (Delhi) ના સીમની રેસમાં પ્રવેશ વર્મા રેખા ગુપ્તા, પવન શર્મા, મનજિન્દર સિંહ સિરસા અને જિતેન્દ્ર મહાજન આ mlaના નામ આગળ ચાલી રહ્યા છે.મળતી માહિતી અનુસાર દિલ્હી (Delhi) માં યુપી અને રાજસ્થાનની ફોર્મ્યુલા પર બે નાયબ મુખ્યમંત્રી બની શકે છે. જોકે આ રેસમાં પ્રવેશ વર્મા સૌથી આગળ ચાલી રહ્યા છ. આજ સાંજ સુધીમાં સીમનું નામ સામે આવી શકે છે.

 

Scroll to Top