રબારી વસાહતોના ડિમોલેશનનો મુદ્દો વકર્યો, ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને આપી ચેલેન્જ

Odhav Demolition: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિવિધ જગ્યાએ ગેરકાયદે દબાણ કરેલા વિસ્તારમાં સરકાર દબાણ દૂર કરવા બુલડોઝર ફરી વળ્યું હતું. આ બુલડોઝર ફરી વળતા આ વિસ્તારમાં રહેતા રબારી સમાજ (rabari samaj) ના લોકોએ વિરોધ કર્યો હતો.આ વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લઈ લોકોની વેદના જાણી હતી. ઓઢવમાં ગરીબ અને માલધારી સમાજના લોકોના ઘર પર બુલડોઝર ચાલ્યા છે. ગેરકાયદેસર કમલમ અને ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેના પર બુલડોઝર ચલાવવામાં આવતા નથી.

રબારી સમાજના લોકોએ વિરોધ કર્યો

સ્થળની મૂલાકાત લઈ આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું ઓઢવમાં ગરીબ અને માલધારી સમાજ (rabari samaj) ના લોકોના ઘર પર બુલડોઝર ચાલ્યા છે. ગેરકાયદેસર કમલમ અને ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેના પર બુલડોઝર ચલાવવામાં આવતા નથી. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા. અહીંયા લોકો ગુજરાત રાજ્ય બન્યું તે પહેલાથી વસવાટ કરી રહ્યા છે. એક દિવસની નોટિસમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે.આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલ્ટીએ કામ કર્યું છે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.સરકારી ગરીબોને ઘર આપવાના હોય, તોડવાના ન હોય. અહીંયા ભણતા બાળકોની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તે બાળકો અત્યારે ક્યાં ભણશે? લોકોનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય છે પરંતુ ભાજપે લોકોના ઘરનું ઘર તોડ્યું છે.

ભાજપે લોકોના ઘરનું ઘર તોડ્યું

ઈસુદાને ભુપેન્દ્ર પટેલને ચેલેન્જ આપતા કહ્યું તમારે જશ લેવો હોય તો તમે ફરીથી આ મકાનો બનાવડાવી દો.હું પોતે તમારું સન્માન કરીશ અને તમામ માલધારી સમાજ તમારું સન્માન કરશે. હું ખાતરીપૂર્વક કહું છું કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તો હું (ઈસુદાન ગઢવી) ફરીથી ઘર બનાવડાવીશ. જો કોઈ મંત્રીએ અને નેતાઓએ કરોડો રૂપિયા બનાવી લેવા માટે આ ઘર પડાવ્યા હશે તો તમે તમામ લોકો ચેતી જજો.

 

 

Scroll to Top