ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય,ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

Bhupendra Patel: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.મળતી માહિતી અનૂસાર હવેથી 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાપતમાંથી જ મળવી શકાશે. જ્યારે મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 જેટલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે.

ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો.ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

3 હજાર કરોડથી વધુની સહાયને મંજૂરી

વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગષ્ટ 2019 પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરીકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. 1,10,000 ત્રણ હપ્તામાં ચૂકવાય છે.અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ.4000 ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ.6000 ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત VCE દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે.

Scroll to Top