બનાસકાંઠાના ડાભી ગામમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય

  • 9 થી 12 ધોરણમાં માત્ર એક જ કાયમી શિક્ષક
  • શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળા બંધી યથાવત રહેશે
  • વાલીઓને મનાવવા સતત ફોન દ્વારા અધિકારીઓ સંપર્કમાં

 

ગુજરાત રાજ્યમાં અનેક વખત શાળામાં ઓરડા અને શિક્ષકોની અછતની ઘટના સામે આવી છે. આવીજ ઘટના હવે બનાસકાંઠાના સુઇગામ તાલુકાના ડાભી ગામમાંથી આવી છે. જ્યા 9 થી 12 ધોરણમાં માત્ર એક જ કાયમી શિક્ષક હોવાના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને તાળા મારી દિધા છે. તાળાબંધી કરવાથી સ્થાનિક વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું છે.

9 થી 12 ધોરણમાં માત્ર એક જ કાયમી શિક્ષક

વિદ્યાર્થીના બગડતા શિક્ષણને લઈ વાલીઓ સરકારની સામે બાંયો ચઢાવી છે. વાલીઓએ જણાવ્યું કે જ્યાં સુધી શાળામાં મહેકમ મુજબ શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળા બંધી યથાવત રહેશે. છેલ્લા કેટલાક સમયથી વાલી તથા વિદ્યાર્થીઓએ ઉપલા અધિકારીને પરયાદ કરી હતી. પરંતુ અધિકારીના પેટમાં પાણી પણ નથી હલતું. તેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અધિકારીઓ સતત ફોન કરીને વાલીઓને મનાવવામાં આવી રહ્યા છે.

શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળા બંધી યથાવત રહેશે

195 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. સાતના મેહકમ મુજબ 6 શિક્ષકોની ઘટ છે. ધોરણ નવ થી બાર સુઘીનાં ચાર વર્ગખંડ આ શાળામાં આવેલા છે.ગ્રામજનોએ ચિંમકી આપતા કહ્યું કે જ્યા સુધી શિક્ષકોની ઘટ પૂર્ણ નહિ કરવમાં આવે ત્યાં સુધી ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તાળા ખોલવામાં નહીં આવે.

Scroll to Top