America: ભારતમાં Elon Muskની કંપની SpaceXની એન્ટ્રીથી બગડશે Jioનો ખેલ

Airtel – Starlink – એરટેલે એલન મસ્કની કંપની SpaceX સાથે એક કરાર કર્યો છે, આ અંતર્ગત Starlink સેટેલાઈટ ઈન્ટરનેટને ભારતમાં લાવવાની યોજના બનાવવામાં આવી છે. જો કે, આ ડીલ ત્યારે જ લાગુ થશે, જ્યારે SpaceXને ભારત સરકાર પાસેથી Starlink સેવા વેચવાની પરમિશન મળશે.

એરટેલ અને SpaceX ની પાર્ટનરશિપના મુખ્ય મુદ્દાઓ

– Starlinkના ઉપકરણો વેચાવાલી : એરટેલ પોતાના સ્ટોર્સમાં Starlinkના ઉપકરણો વેચી શકે છે અને ગ્રાહકોને ઓફર પણ કરી શકે છે.

– ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ : આ પાર્ટનરશીપથી ગ્રામ્ય સ્કૂલ, સ્વાસ્થય કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાની કામગીરી કરવી પડશે.

– એરટેલ નેટવર્કનો વિસ્તાર – Starlink એરટેલના નેટવર્કને શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરશે.

JIOની મુશ્કેલીઓ વધી શકે

ટેલીકોમ કંપની એરટેલે મંગળવારે 11 માર્ચે શેર માર્કેટને જણાવ્યું હતું કે, ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને લાવવા માટે એલન મસ્કના સ્પેસ એક્સની સાથે એક પાર્ટનરશીપ પર સાઈન કર્યા છે. મહત્વનું છે કે, Airtel – Starlinkની ડીલ પછી અનેક નિષ્ણાંતોનું માનવું છે કે, હવે JIOની મુશ્કેલીઓ વધી શકે છે, કેમકે, ભારતની પહેલી એવી ટેલીકોમ કંપની ભારતી Airtel હશે કે, જે પોતાના ગ્રાહકોને સેટેલાઈટ માટે ઈન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે. આ ડીલથી જીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

Scroll to Top