Bjp Goverment: ડબલ એન્જિનની સરકારે ભાવનગર સાથે કર્યો અન્યાય, કોંગ્રેસના આ દિગ્ગજનેતા કર્યા આક્ષેપ

Bjp Goverment: ભાજપ સરકાર ભાવનગર સાથે કેમ અન્યાય કરી રહી છે.આ મુદ્દા પર કોંગ્રેસના અગ્રણી નેતા મનહર પટેલે (manhar patel) ભાજપ પર આક્ષેપ કર્યા છે. મનહર પટેલે વીડિયોના માધ્યમથી ભાજપ સરકાર (Bjp Goverment) પર આક્ષેપ કર્યા હતા. ભાવનગરનો વિકાસ અટકી ગયો રોજગારીના વિકલ્પો સરકારે છીનવી લીધા અને નવા ઉભા કરવાની સરકારને કોઈ દાનત દેખાતી નથી.સરકાર ભાવનગરનો વિકાસ થાય તે અંગે સરકાર યોગિય નિર્ણય કરે તેવી માંગ કરી હતી.

વાહન સ્ક્રેપ યાર્ડ ભાવનગર ને બદલે સુરતને આપી દીધું

મનહર પટેલે (manhar patel) વીડિયોના માધ્યમથી કહ્યું ભાજપ સરકાર મોદી વચનો તો ન નિભાવ્યા પણ ડબલ એન્જીનની સરકાર ભાવનગરની જનતા સામે ખોખલા વચનો આપી રહી છે. તેમણે કહ્યું વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની ખુબ ખરાબ હાલત છે. હીરા ઉદ્યોગ,વાહન સ્ક્રેપ યાર્ડ ભાવનગરને બદલે સુરતને આપ્યુ.ભાવનગરના 20000 એકર દરીયા કાંઠાની જમીન મીઠાના અગરીયાને બદલે મળતિયાઓને આપી દિધી છે. જેના કારણે અગરીયાની રોજી રોટી પર અસર થઈ છે. દેશ માટે લોકશાહીના દરવાજા ખોલનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન પણ આપતા નથી.આ ઉપરાંત સર્વોત્તમ ડેરી ભષ્ટાચારથી ખદબદી રહી છે. પરંતુ આ ભાજપ સરકાર (Bjp Goverment) આ તમામ સમસ્યાને સ્વીકારવા તૈયાર નથી.

ભાજપ સરકાર કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન ક્યારે આપશે

ભાવનગરની પ્રતિધિત્વ સંસદમાં ત્રણ દાયકાથી છે. આજે બે બે કેન્દ્રીય મંત્રી આ જિલ્લાના છે તેમ છતા ભાવનગર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે અને વિકાસ વંચિત અને અસુરક્ષિત થઈ રહ્યું છે. અનેક પ્રકારની સમસ્યા હોવા છતા ભાજપની ડબલ એન્જીનની સરકાર ભાવનગરની જનતા સાથે અન્યાય કરી રહી છે. ભાવનગરના ખેડુતો પાયમાલ થઈ રહ્યા છે. ભાજપ સરકાર અમારી માંગ પર ધ્યાન આપે અને ભાવેણી ધરતીનો વિકાસ થાય તે દિશામાં વિચારે.

Scroll to Top