Gujarat Politics News : ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રીપદ સુધી પહોંચેલા Pradipsinh Vaghela એ તેમના પદેથી લગભગ દોઢ વર્ષે પહેલા અચાનક રાજીનામું આપ્યું હતું, આ કારણોસર ભાજપમાં રાજનીતિ ગરમાઈ ગઈ હતી. Pradipsinh Vaghela ના રાજીનામાના મામલાએ સંગઠનાત્મક તાકાત ધરાવતા ભાજપની મજબુત પક્ષ હોવાની ઈમેજ સામે સવાલ ઊભા કર્યા હતા. જે તે સમયે વાઘેલા સામે કથિત ભ્રષ્ટાચાર મામલે પત્રિકા ફરતી હોવાના મામલે તેમનો ભોગ લેવાયો હોવાની ચર્ચા હતી, જોકે પ્રદિપસિંહ વાઘેલા તેમની સામે કરવામાં આવેલા તમામ આરોપોનો રદિયો આપ્યો હતો. આ ઉપરાંત ભાજપે જણાવ્યું હતું કે, પ્રદીપસિંહે અંગત કારણોસર જવાબદારીમાંથી મુક્ત થવા રાજીનામું આપ્યું છે.
આમ તો, પ્રદિપસિંહ વાઘેલા માત્ર દક્ષિણ ઝોનના મહામંત્રી હતા. પરંતુ, ગુજરાતમાં ક્યાંય પણ ડખા થાય ક્યાંય પણ કોઈ મોટી ઘટના બને અથવા તો સંગઠનના માળખામાં કોઈ વાત વિવાદ થાય તેનો ઉકેલ લાવવાની જવાબદારી તે Pradipsinh Vaghela ની હતી. એવું કહેવાતું કે, તેઓ કમલમના ઈન્ચાર્જ હતા. આ સિવાય સંગઠનમાં સીઆરુ પાટીલ પછી પ્રદિપસિંહ વાઘેલાનું નામ આવતું હતું. પરંતુ અચાનક આપેલા રાજીનામાએ લોકોને ચોંકાવી દીધા હતા. મહત્વનું છે કે, પ્રદિપસિંહ વાઘેલાએ રાતોરાત મહામંત્રી પદ છોડ્યું હતું. આ કારણોસર અનેક વિવાદ થયા, રાતોરાત પ્રદિપસિંહ વાઘેલાની સાથે બેસતા લોકો ક્યારે તેની વિરૂદ્ધ બોલવા લાગ્યા તેની પ્રદિપસિંહને સ્વયં ખબર ન પડી. આ અંગે અનેક લોકોએ અનેક તર્ક-વિતર્ક કર્યા. અનેક આરોપો લાગ્યા તેમ છતાં, પરંતુ પ્રદિપસિંહ અત્યાર સુધી મૌન રાખીને બેઠા હતા.
તાજેતરમાં રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનો એક સામાજીક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં Pradipsinh Vaghela એ દોઢ વર્ષે પોતાનું મૌન તોડ્યું હતું. પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં એવું કોઈ કાર્ય કર્યું નથી, જેથી તમને મારા ઉપર શરમ લાગે. અત્યારે હમણાં થોડો વેકેશનમાં છું પરંતુ, હવે આ પ્રદીપસિંહ છોડી દેશે એવું નહીં માનતા.
પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હમણાં થોડો વેકેશનમાં છું, તો હવે આ પ્રદીપસિંહ છોડી દેશે એવું નહીં માનતા.હવે જે કામમાં છું એ જીવનભરએ કામ કરવાનો છું અને લગભગ દોઢ વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવું કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના મારા જીવનની નહીં હોય જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી વાત કરવી પડે.એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય. ફરી એકવાર કહું છું કે હવે કામ છોડ્યું નથી.
આ વેકેશન છે અને આગળ જતાં ફરી પાછા કઈ ને કઈ કામમાં આપણે રહીશું. જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે એ બધાનું સ્વાગત કરું છું
પ્રદીપસિંહ વાઘેલાએ આપેલું આ નિવેદન અત્યંત સુચક છે. પરંતુ તેમના વિરોધીઓને તેઓએ આ શબ્દથી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. રાજકોટના આ સામાજિક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.
ત્મહત્વની વાત છે કે સીઆર પાટીલ કહી ચૂક્યા છે કે હવે હું પ્રદેશ પ્રમુખ નહીં નવા પ્રદેશ પ્રમુખ ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીમાં જાહેર થશે અને આ તમામની વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું આ નિવેદન ખૂબ સૂચક છે છે તે માનવામાં આવી રહ્યું છે.