- ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
- ગુજરાતમાં શરુ થયો ફરી બેઠક પોલિટિક્સનો દોર
- ગાંધીનગરમાં Patidar Samaj ની સૌથી મોટી બેઠક
- આગામી 28 મી તારીખે ગાંધીનગર ખાતે મોટી બેઠક
- બેઠકમાં તમામ PAAS કન્વીનરો રહેશે હાજર
- Alpesh Kathiriya, Dharmik Malviya, Varun Patel સહિતના રહેશે હાજર
ગુજરાતના રાજકારણના સૌથી મહત્વપૂર્મ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી બેઠક પોલિટિક્સનો દોર શરુ થયો છે. Gandhinagar માં Patidar Samaj ની સૌથી મોટી બેઠક યોજાશે. આગામી 28 મી તારીખે ગાંધીનગર ખાતે મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં તમામ PAAS કન્વીનરો હાજર રહેશે. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વરુણ પટેલ સહિતના હાજર રહેશે. વિસાવદરમાં ઈટાલીયાની જીત બાદ પાટીદારો નવાજૂનીનાં મૂડમાં છે. સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના પ્રશ્નોને લઇ ચર્ચા થશે. પ્રાણપ્રશ્નોને લઈને આગામી તારીખ 28મીએ બેઠક મળશે. પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ હાજર રહેશે. લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિર યોજાશે.