Rajkot News: રાજકોટમાં આયોજીત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં વર-કન્યા ફેરા ફરે તે પહેલા આયોજક ફરાર થઈ જતા ભારે હોબાળો થયો છે.જ્યા દંપતી નવી જિંદગીની શરૂઆત કરે તે પહેલા વર-કન્યાના સપના ચકનાચૂર થઈ ગયા છે. જાનૈયા જાન લઈને આવે એ પહેલા સમુહલગ્નના આયોજકો ફરાર થઈ ગયા હતા. ત્યા આવી પહોંચેલા જાનૈયાને જાણ થઈ કે આયોજનકો ફરાર થઈ ગયા છે.આ જાણીને હાજર લોકો ચોકિત થઈ ગયા હતા.
રાજકોટ શહેર SOG ટીમે આરોપીઓને ઝડપી લીધા
રાજકોટ (Rajkot) સર્વ જ્ઞાતિય સમુહ લગ્નના નામે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. રાજકોટ (Rajkot) શહેર SOG ટીમે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. રાજકોટ (Rajkot) SOGની ટીમે દિલીપ ગોહિલ, મનીષ વિઠલપરા અને દિપક હીરાણીને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી ચન્દ્રેશ છત્રોલા હાથવેંતમાં છે.
એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી
કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા હતા. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.