Pal Ambaliya: સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી FCIના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેને લઈ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે.
Than | મગફળી ગોડાઉનના આગ લગાળી કે લાગી ?, Pal Ambaliya એ આક્રોશ સાથે સરકારને કરી તપાસની માંગ
