Vikram Thakor News : તાજેતરમાં વિધાનસભામાં ગુજરાતી લોકસાહિત્ય કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રિત કલાકારોમાં એકપણ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત કરવામાં ન આવતા વિક્રમ ઠાકોરે સરકાર સામે બાંયો ચડાવી હતી. ત્યારબાદ ગાંધીનગરમાં ઠાકોર – કોળી સમાજનું સૌથી મોટું સંંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું. ત્યારે હવે ઠાકોર કોળી એકતા મિશને મોટું એલાન કર્યું છે અને વિક્રમ ઠાકોરને ખુલ્લું સમર્થન આપ્યું છે.