આંતકવાદીના આંકા તરીકે ઓળખાતુ પાકિસ્તાનમાં આંતકવાદીએ હુમલો કર્યો છે. આ હુમલામાં 12થી વધુ સૈનિકોના મોત થયા છે. મીડિયા અહેવાલ અનુસાર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં ભયંકર હુમલામાં 12 થી વધુસૈનિકોના મોતની વિગતો સામે આવી હતી. સુરક્ષા કર્મચારોના મીડિયા વિંગે નિવેદનમાં જણાવ્યું હતું કે 19 નવેમ્બર આતંકવાદીઓ અથવા ખ્વારીજએ બન્નૂના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
12 સુરક્ષા દળોના મોત થયા
બીજા એક મીડિયા રિપોર્ટસ અનુસાર 4 ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક આંતકવાદી હુમલો થયો હતો. આ હુમલો ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 12 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયા. આવો હુમલો છેલ્લા થોડાક મહિના પછી થયો છે. આ આત્મઘાતી હુમલો ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના બન્નુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે.
નવેમ્બર 2022 થી હિંસામાં સતત વધારો
એક અધિકારેએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં નવેમ્બર 2022 થી હિંસામાં સતત વધારો જોવા મળ્યો છે, જ્યારે પાકિસ્તાની તાલિબાને પાકિસ્તાની સરકાર સાથે એક મહિના સુધી ચાલેલો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અલગ જૂથ છે પરંતુ અફઘાન તાલિબાનના સાથા છે, જેણે 2021 માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાએ ટીટીપીને જન્મ આપ્યો, જેના ટોચના નેતાઓ અને લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા જવાની ‘ના” પાડી છે. આના જવાબમાં પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાને કારણે શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આઈસીસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યારે કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ શેડ્યૂલ વિના કોઈ ટ્રોફી પ્રવાસ હશે. સામાન્ય રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા 100 દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે આ પછી જ ટ્રોફી પ્રવાસ શરૂ થાય છે.