Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલ, મંગળવરાના રોજ આતંકવાદીઓ ધર્મના આધારે હુમલો કરી 28 લોકોની હત્યા કરી હતી. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથના છાયા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. બીજી તરફ કેન્દ્રમાં મે, 2014માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં સફળતા મળી નથી.
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ થયો નથી અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થપાઈ નથી. આતંકવાદીઓએ ભારતીય લશ્કર-અર્ધલશ્કરી દળોના જવાનો, પાલીસ, નાગરિકો અને હિંદુ શ્રધ્ધાળુઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે. ભાજપ શાસનમાં થયેલા કેટલાક મોટા આતંકવાદી હુમલાઓની વિગતો.
13 ઓગસ્ટ 2014 : નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જમ્મુ અને કાશ્મીરની પહેલી યાત્રા પહેલાં પુલવામામાં થયેલા હુમલામાં 3નાં મોત થયાં હતાં.
27 નવેમ્બર 2014 : કાશ્મીરના અ નયામાં લશ્કર તઈબા દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં 10 લોકોનાં મોત થયાં હતાં.
05 ડીસેમ્બર 2014 : ઉરીમાં ઈન્ડિયન આર્મીના જવાનોના કાફલા પરના આત્મઘાતી હુમલામાં 17 જવાન શહીદ થયા હતા.
20 માર્ચે, 2015 : કઠુઆ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં 08 લોકોનાં મોત થયાં
06 એપ્રિલ 2015 : શોપિયાં જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં 03 લોકોનાં મોત
02 જાન્યુઆરી 2016 : પઠાણકોટ એરબેઝ પર લશ્કરે તઈબાએ કરેલા હુમલામાં 12નાં મોત
17 ઓગસ્ટ 2016 : બારામુલ્લામાં આર્મીના કાફલા પર હુમલામાં 03નાં
19 સપ્ટેમ્બર 2016 : ઉરીમાં ઈન્ડિયન આર્મીના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 24નાં મોત
29 નવેમ્બર 2016 : નાગરોટામાં લશ્કરી જવાનો પર થયેલા હુમલામાં 07નાં મોત
23 ફેબ્રુઆરી 2017 : શોપિયાન જિલ્લામાં પેટ્રોલ પાર્ટી પર હુમલામાં 04નાં મોત
01 મે 2017 : કુલગામમાં બેંક વાન પર હુમલામાં 07નાં મોત
19 જૂન 2017 : અનંતનાગમાં ઈન્ડિયન આર્મીના કાફલા પર લશ્કરે તઈબા દ્વારા કરાયેલા હુમલામાં 7નાં મોત
10 જુલાઈ 2017 : અમરનાથ જઈ રહેલા યાત્રાળુઓ પર થયેલા હુમલામાં 8નાં મોત
26 ઓગસ્ટ 2017 : પુલવામામાં સલામતી દળો પરના આત્મઘાતી હુમલામાં 8નાં મોત
21 સપ્ટેમ્બર 2017 : હિઝબુલ મુઝાહિદ્દીને પીડીપીના નેતા નઈમ અન્નરની હત્યાના કરેલા પ્રયાસમાં 03નાં મોત
06 જાન્યુઆરી 2018 : સોપોરમાં આઈઈડી બ્લાસ્ટમાં 04નાં મોત
10 ફેબ્રુઆરી 2018 : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટના સુંજુવન મિલિટરી સ્ટેશન પરના હુમલામાં 09નાં મોત
29 ઓગસ્ટ 2018 : શોપિયાન જિલ્લાના અરહામામાં આતંકી હુમલામાં 04નાં મોત
21 ઓક્ટોબર 2018 : કુલગામ જિલ્લાના લારૂ ગામમાં થયેલા આતંકી હુમલામાં 15ની હત્યા
14 ફેબ્રુઆરી 2019 : જૈશે મહમમ્દ દ્વારા પુલવામામાં ભારતીય જવાનો પર કરાયેલા હુમલામાં 41 જવાન શહીદ
12 જૂન 2019 : અનંતનાગમાં સ્કૂલમાં ભરાયેલા અલ-ઉમર-મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથેની સલામતી દળોની અથડામણમાં 05નાં મોત
29 ઓક્ટોબર 2019 : બંગાળી કામદારો પર હુમલામાં 05નાં મોત
04 મે 2020 : સીઆરપીએફ પેટ્રોલ પાર્ટી પર હુમલામાં સીઆરપીએફના 04 જવાન શહીદ
08 જુલાઈ 2020 : ભાજપના નેતા વસિમ અહમદ બારી સહિત 03ની હત્યા
29 ઓક્ટોબર 2020 : ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા ભાજપના 03 કાર્યકરોની
12 ડીસેમ્બર 2021 : શ્રીનગરમાં જૈશ-એ-મહંમદના આતંકવાદીઓએ પોલીસના વાહન પર કરેલા હુમલામાં 05નાં મોત
11 ઓગસ્ટ 2022 : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ દ્વારા રાજૌરીમાં સુસાઈડ એટેકમાં 05નાં મોત
01 જાન્યુઆરી 2023 : રાજૌરીના બજારમાં કરાયેલા હુમલામાં 04 નાગરિકોની હત્યા
20 એપ્રિલ 2023 : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ નામના સંગઠને કરેલા હુમલામાં 05નાં મોત
03 મે 2023 : રાજૌરીમાં પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટે કરેલા આઈઈડી બ્લાસ્ટમાં 05નાં મોત
21 ડીસેમ્બર 2023 : લશ્કરી જવોનાના કાફલા પર કરાયેલા હુમલામાં 05નાં મોત
09 જૂન 2024 : ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરાયેલા હુમલામાં 09નાં મોત
09 જુલાઈ 2024 : કઠુઆમાં આર્મીના કાફલા પર કરાયેલા હુમલામાં 05નાં મોત
04 નવેમ્બર 2024 : શ્રીનગરના લાલ ચોકમાં લશ્કરે તઈબા દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં કોઈ મોત નહીં પણ 12 ઘાયલ, લાલ ચોકમાં વરસો પછી હુમલો થયો
22 એપ્રિલ 2025 : પહલગામમાં આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરાયેલા હુમલામાં 28નાં મોત