Team India: T20 વર્લ્ડ કપ 2024 બાદ ગૌતમ ગંભીરે મુખ્ય કોચ તરીકે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ભારતીય ટીમે જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ શ્રેણી હતી. ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ભારતીય ટીમને શ્રીલંકામાં વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ સામે ક્લીન સ્વીપ થઈ હતી. ટી20 ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ગંભીરના કાર્યકાળ દરમિયાન ઘણા યુવા ખેલાડીઓ પણ ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ એક ખેલાડી એવો પણ છે જેણે ગંભીરના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમી નથી.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં 6 સિરીઝ રમી છે
ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ અત્યાર સુધીમાં 6 સિરીઝ રમી છે. પ્રથમ સિરિઝ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા ગઈ હતી. જ્યા 3 T20 અને 3 ODI મેચ રમવાની હતી. ત્યારબાદ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેંચ અને 3 T20 મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરિઝ હતી અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 4 T20ની સિરિઝ હતી. આ તમામ સિરીઝમાં યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડને રમવાની તક મળી નથી.
ઋતુરાજ ગાયકવાડને છેલ્લે ઝિમ્બાબ્વે સામે રમવાની તક મળી હતી
આ પહેલા ઋતુરાજ ગાયકવાડ ઝિમ્બાબ્વેનો પ્રવાસે ગયો હતો.ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે 5 T20 મેચ રમાઈ હતી. આ સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડને ભારતીય ટીમમાં રમવાની તક મળી હતી. તેમણે 4 મેંચની 3 ઇનિંગ્સમાં 66.50ની સરેરાશથી 133 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં ઋતુરાજ ગાયકવાડને સ્થાન મળ્યું નથી.
ટી20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન
ઋતુરાજ ગાયકવાડે 2021માં T20માં ડેબ્યુ કર્યો હતો. 2022માં તેમણે પ્રથમ વનડે મેચ રમી હતી. તેમણે ભારતીય ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 6 ODI અને 23 T20 મેચ રમી છે. વનડેમાં 19.16ની સરેરાશથી 115 રન બનાવ્યા છે. આ ઉપરાંત T20માં 39.56ની એવરેજથી 633 રન બનાવ્યા છે.જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 143.53 રહી છે. ટી20માં 4 અડધી સદી અને 1 સદી પણ ફટકારી છે.