Champions Trophy માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ધાકડ ખેલાડીની ટીમમાં એન્ટ્રી

Champions Trophy: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 18 જાન્યુઆરી (શનિવાર)ના રોજ મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્મા છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાવાની છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.

મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યું નથી

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ઈજાગ્રસ્ત બુમરાહને પણ ટીમમાં જગ્યા મળી છે.યશસ્વી જયસ્વાલ પ્રથમ વખત ODI ટીમનો હિસ્સો બનાવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ 14 મહિના બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. સ્પિનર ​​કુલદીપ યાદવ પણ ઈજામાંથી સાજા થઈને ટીમમાં પરત ફર્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની 15-સભ્ય ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદરને પણ તક મળી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં કુલ 8 ટીમો રમશે આ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. ગ્રુપ સ્ટેજમાં આ ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે.ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ તમામ મેંચો દુબઈમાં રમાશે.

Scroll to Top