હવે Tatkal Ticket દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે રેલવેમાં સફર સરળ બનશે. રેલવે તત્કાલ ટિકિટની સિસ્ટમથી મુસાફરોને એક અનોખી ભેટ આપવા જઈ રહ્યું છે. હવે તત્કાલ ટિકિટ ફક્ત IRCTC વેબસાઇટ અથવા એપ પર જ બુક કરવામાં આવશે. ફક્ત આધાર આધારિત OTP પ્રમાણીકરણ ધરાવતા ગ્રાહકો જ બુકિંગ કરી શકશે. 15 જુલાઈ, 2025 થી આધાર આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત બનશે. આ સુધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.
OTP પ્રમાણીકરણ પછી જ કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર અથવા અધિકૃત એજન્ટ દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ શક્ય બનશે. ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP મોકલવામાં આવશે. આ સિસ્ટમ 15 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સામાન્ય ગ્રાહકો માટેનો સમય વધારવામાં આવ્યો છે. અધિકૃત એજન્ટો તત્કાલ ટિકિટ બુકિંગના પહેલા 30 મીનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં. એર કન્ડિશન્ડ કેટેગરી માટે બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. જ્યારે એજન્ટ 10.30 વાગેથી જ બુક કરી શકશે. નોન-એર-કન્ડિશન્ડ કેટેગરી માટે બુકિંગ સવારે 11 વાગેથી શરૂ થશે અને એજન્ટો 11.30 વાગ્યાથી બુકિંગ કરી શકશે.
આ પણ વાંચો – Melodi: PM મોદીએ ઈટલીના PM મેલોની સાથે કરી વાતચીત
Ministry of Railways એ તેના નોટિફિકેશનમાં તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને સામાન્ય મુસાફરોની મુસાફરીને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે, ટિકિટ બુકિંગ સિસ્ટમ દ્વારા એજન્ટોનો સમય ઘટાડીને સામાન્ય લોકોને મહત્તમ મુસાફરી લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.