કેરીનો પાક ઉનાળાની શરૂઆતમાં તૈયાર થતો હયો છે. પરંતુ તાલાલા પંથકમાં શિયાળાની શરૂઆતમાં કેરી બજારમાં આવી જતા સૌવ કોઈના મનમાં એક જ સવાલ છે કે કેરી આટલી જલ્દી કેમ પાકી ગઈ? જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તાલાલા શહેરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનો પાક જલ્દી પાકી ગયો હતો. સૌવથી મહત્વની વાત એ છેકે 400 આંબામાંથી માત્ર ચાર આંબામાં જ કેસર કેરી પાકી હતી.
400 આંબામાંથી ચાર આંબામાં જ કેસર કેરી
તાલાલાની ભાગોળે આવેલી આંબાવાડીમાં શિયાળાની શરૂઆતમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂત ઉદયભાઈ કોડીયાતરે જણાવ્યું હતું કે કેસર કેરીના બગીચામાં ઘણા આંબા ઉપર ચોમાસામાં મોર આવ્યા હતા. આંબા ઉપર ખૂબ જ આગોતરા મોર આવ્યો હતો. ખેડુતે આ આંબાની ખુબ સારી રીતે માવજત શરૂ કરી હતી. સારી કાળજીના કારણે આંબા ઉપર શિયાળાના પ્રારંભે જ કેસર કેરીનો પાક તૈયાર થયો છે. જ્યારે કૃષિ તજજ્ઞો આ કેરીના પાક પાછળ ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવી રહ્યા છે.
કૃષિ તજજ્ઞોના મતે ગ્લોબલ વોર્મિંગની અસર
કેસર કેરીના ઉત્પાદક યુવા કિસાન ઉદય કોડિયાતરે જણાવેલ કે, કેસર કેરીના બગીચામાં ઘણાં આંબા ઉપર ચોમાસામાં મોર આવ્યા હતા. ખેડુતે જે આંબા ઉપર ખુબજ આગોતરા મોર આવેલ તે આંબાની માવજત શરૂ કરી હતી જે પૈકી ત્રણ આંબા ઉપર કેસર કેરીનું બંધારણ થયું હતું. બંધારણ થયેલ આંબા ઉપર શિયાળાના પ્રારંભે જ કેસર કેરીનો પાક તૈયાર થયો હતો. 400 આંબાના બગીચા પૈકી ત્રણ-ચાર આંબામાં આવેલ અમૃત ફળ કેસર કેરીનો પાક ખુબજ વહેલો આવ્યો છે. કૃષિ તજજ્ઞોએ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવી હતી.