ન્યૂઝીલેન્ડની વુમન્સ ક્રિકેટ ટીમ લાંબા સમયથી ચાલી આવેલા ICC ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. ન્યૂઝીલેન્ડ ટીમે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ અગાઉ 2009 અને 2010માં રનર્સઅપ રહી હતી. આ ટીમે મેચમાં સતત બીજી વખત ફાઇનલમાં સાઉથ આફ્રિકાને મ્હાત આપી છે. આ જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પર છપ્પરફાડ પૈસાનો વરસાદ થયો છે. તેને વર્લ્ડ કપ જીતવા માટે કુલ રૂ. 21.40 કરોડની રકમ મળી હતી, જેમાંથી રૂ. 19.67 કરોડ ટાઇટલ જીતવા માટે આપવામાં આવ્યા હતા.
6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 7.66 કરોડ રૂપિયા મળ્યા
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હારનારી સાઉથ આફ્રિકાની ટીમના ખાતામાં 11.56 કરોડ રૂપિયા ગયા છે, જેમાં બીજા સ્થાને રહેવા માટે 9.83 કરોડ રૂપિયા સામેલ છે. જ્યારે સેમિફાઇનલની રેસમાંથી બહાર રહેલી ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં બે મેચ જીતી હતી. આ માટે તેને 3.74 કરોડ રૂપિયા મળ્યા હતા. 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 7.66 કરોડ રૂપિયા મળ્યા છે સેમિફાઇનલમાં હારેલી છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 7.66 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે છેલ્લા ચારમાં હારેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને 7.40 કરોડ રૂપિયા મળ્યા હતા. પાંચમા સ્થાને રહેલા ઈંગ્લેન્ડને 4 કરોડ રૂપિયા મળ્યા છે. પાકિસ્તાનને 3.47 કરોડ રૂપિયા, બાંગ્લાદેશને 3.47 કરોડ રૂપિયા અને શ્રીલંકાને 2.08 કરોડ રૂપિયા મળ્યા હતા.
32 રને હરાવીને પહેલી વાર આ ખિતાબ જીત્યો
એમેલિયા કેરની ઓલરાઉન્ડ રમતના દમ પર ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 32 રને હરાવીને પહેલી વાર આ ખિતાબ જીત્યો છે. ‘પ્લેયર ઓફ ધ મેચ’ કેરે બેટથી 43 રન બનાવ્યા બાદ ત્રણ વિકેટ લઈને મેચ પર ન્યૂઝીલેન્ડનો પરચમ લહેરાવ્યો હતો. તેણે બ્રુક હેલિડે સાથે ચોથી વિકેટ માટે 44 બોલમાં 57 રનની ભાગીદારી કરીને મોટા સ્કોર બનાવ્યો હતો. પહેલી બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 158 રનનો લક્ષ્યાંક આપતા સાઉથ આફ્રિકાને 9 વિકેટે 126 રન પર રોકીને ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર થવા દીધું ન હતું.