સ્વરૂપજી ઠાકોરે ધારાસભ્ય તરીકે શપથ લીધા

  • શંકર ચૌધરીએ ગોપનિયતાના શપથ લેવડાવ્યા
  • વાવ બેઠક પર 2367 મતોથી જીત્યા હતા
  • કોંગ્રેસ ઉમેદવાર ગુલાબ સિંહ રાજપુતને હરાવ્યા હતા

બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય બન્યા હતા. પરંતુ 2024માં ગેનીબેન લોકસભાની ચૂંટણીમાં જીત થઈ હતી. જેના કારણે આ બેઠક ફરીથી ખાલી થઈ હતી. જેના પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર સ્વરૂપજી ઠાકોર 2300 કરતા વધુ મતોથી જીત થઈ હતી.

વાવ બેઠક પર 2367 મતોથી જીત્યા હતા

વાવ બેઠક પર સ્વરૂપજીની ભવ્ય જીત બાદ આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. આજે બપોરે 3.30 કલાકે સ્વરૂપજી ઠાકોરને શંકર ચૌધરીએ વિધિવત રીતે પદના ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.તેમણે વાવ બેઠક પર છેલ્લી ઘડીએ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબ સિંહ રાજપુતને હરાવી ભવ્ય જીત થઈ હતી.

શંકર ચૌધરીએ ગોપનિયતાના શપથ લેવડાવ્યા

આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2300 કરતા વધારે મતેથી જીત્યા હતા.આ ચૂંટણી ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને મેદાને ઉતરીયા હતા. આ ચૂંટણીમાં ભાજપના નેતાએ સખત પ્રસાર કરતા ભાજપની ભવ્ય જીત થઈ હતી.

Scroll to Top