Swaminarayan: જ્ઞાનપ્રકાશ સ્વામી બાદ વધુ એક સ્વામીનો બફાટ,હવે આ સમાજ પર વિવાદિત……

Swaminarayan: જલારામ બાપાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે. હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ચારણ બાઈ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળે છે.આ ઘટનાથી ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

હરી સ્વામીનો વિવાદિત વીડિયો વાયરલ

વાયરલ થયેલા વિડીયોમાં સ્વામી ભક્તિ હરી કહી રહ્યા છે કે તેઓ એક બીમાર ભક્ત, જીવરાજભાઈના ઘરે તેમના દુઃખ દૂર કરવા માટે ગયા હતા. તે સમયે, તેમણે કંઠી સાથે ચારણ બાઈ દ્વારા મંત્રેલો દોરો પહેર્યો હતો. સ્વામીના કહેવા મુજબ, આ જોઈને સ્વામિનારાયણ ભગવાન નારાજ થયા અને ભક્ત જીવરાજને દર્શન આપ્યા વિના પાછા ફર્યા.આ ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે બની હતી. સ્વામી ભક્તિ હરી એક કથા દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપતા સંભળાય છે. તેઓ કથામાં એક કિસ્સો વર્ણવે છે જેમાં જીવરાજભાઈ નામના એક ભક્ત ગંભીર રીતે બીમાર હતા.

જલારામ બાપા પર શું કોમેન્ટ કરી હતી

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા વિવાદિત નિવેદન સામે સુરત શહેરના ભાગળ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં જલારામની રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ, બકુલભાઈ અને રસિકભાઈ એ જણાવ્યું હતું કે, આ સંત દ્વારા જે ટિપ્પણી કરાઈ છે.જેના કારણે જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભરાયો છે. આગામી દિવસોમાં આ સંત વીરપુર જઈને જલારામ મંદિરમાં બાપા પાસે માફી માંગે નહિતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Scroll to Top