Gujarat News: નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. મળતી માહિતી અનૂસાર નડિયાદ (Nadiad) માં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હતા. ત્રણેય વ્યકિતના મોત દારુ પીધા બાદ થયાના સમાચાર સામે આવ્યા હતા.ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. આ મૃત્યુ લઠ્ઠાકાંડથી થયાની સંભાવના રહેલી છે.જવાહરનગર ફાટક વિસ્તારમાં દારુ પીધો હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ત્રણેય વ્યકિતને સારવાર મળે તે પહેલા મોત થયું હતું.
પોસ્ટમોટમમાં થયો મોટો ખુલાસો
સૌ પ્રથમ રવિન્દ્રભાઈ બેભાન થયા હતા. રવિન્દ્ર ચૌહાણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. યોગેશ કુશવાહ અને કનુભાઈનું મૃત્યું સારવાર દરમિયાન થયું હતું. જીરા સોડાની બોટલ પોલીસે કબજે લીધી છે. જીરા સોડાની ખાલી બોટલ પોલીસે એફએસએલમાં મોકલી હતી. જીરા સોડાની બોટલમાંથી પીધેલા પીણાની પાંચ મીનિટમાં ઘાતકી અસર જોવા મળી હતી.
જીરા સોડાની બોટલ પોલીસે કબજે લીધી
સમગ્ર ઘટના ક્રમ એવો હતે કે યોગેશ કુશવાહ અને કનુભાઈનું મૃત્યું સારવાર દરમિયાન થયું હતું. જીરા સોડાની બોટલ પોલીસે કબજે લીધી છે.જીરા સોડાની ખાલી બોટલ પોલીસે એફએસએલમાં મોકલી હતી. જીરા સોડાની બોટલમાંથી પીધેલા પીણાની પાંચ મીનિટમાં ઘાતકી અસર જોવા મળી હતી. હાલતો આ સમગ્ર ઘટના બાદ રાજ્યમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જીરા સોડાની બોટલમાં એવા તો કેવા તત્વો ભેળવ્યા હશે કે વ્યકિતના મોત થઈ ગયા હશે.હાલતો પોલીસે આ ઘટનામાં તપાસ તેજ કરી છે.