Suresh Shah Murder Case | અમદાવાદ વાસણા વિસ્તારમાં સરાજાહેર અંધાધૂંધ ફાયરિંગ કરી FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સુરેશ શાહની ઘાતકી ધાતકી હત્યા કરનાર અમરેલી જિલ્લાનો વતની મુખ્ય સુત્રધાર શાર્પ શુટર રવુ શાખના કાયમી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
અમદાવાદ (Ahmedabad) ના વાસણા વિસ્તાર 10 માર્ચ 2018ના રોજ લાવણ્ય સોસાયટીમાં મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા વેપારી સુરેશ શાહ (Suresh Shah) ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકી કરનાર અને હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાંચ દિવસ અગાઉ શાર્પશૂટર રવુ શાખ (કાઠી) (Ravu shakh kathi) ની ચોટીલા (Chotila)થી ધરપકડ કરી હતી.
સુરેશ શાહ પર રવુ કાઠીએ ગોળી ચલાવી હતી. રવુ કાઠીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રાજુ શેખવાએ સુરેશ શાહની સોપારી ઘનશ્યામ ઉર્ફે ઘનો અને રવુ કાઠીને આપી હતી. હત્યાના બે-ત્રણ દિવસ અગાઉ રાજુ શેખવાએ એક તમંચો અને કારતૂસ આપ્યાં હતાં.
આ મર્ડરનો પ્લાન અમરેલી જીલ્લા જેલમાંથી રાજુ શેખવા અને ઘનશ્યામ કણક દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ હાલ ઘનશ્યામ કણક અમરેલી સેન્ટ્રલ જેલમાં રાજકોટના મર્ડર કેસમાં આજીવન સજા કાપી રહ્યો છે.
તેમજ સુરેશ શાહ પણ મોટો ગેંગસ્ટાર હોવાથી અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પ્રદીપ ડોન અને ગૌતમ દાઢીની તેમના દ્વારા જ હત્યા કરાવી નાખવામાં આવી હતી.
FCIની ધંધાકીય હરીફાઈમાં 2005માં સુરેશ શાહનું રાજુ શેખવા (Rajendra Shekwa) દ્રારા રાજકોટથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2009માં અમદાવાદ પાલડી ખાતે જુની અદાવતથી રાજુ શેખવા ઉપર શાર્પ શુટરો દ્વારા ફાયરિંગ કરાવી ખુની હુમલો કરાવવામાં આવ્યો હતો. પણ રાજુ શેખવાને હોસ્પીટલમાં સમયસર સારવાર મળી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેથી જુની અદાવતની દાઝ રાખી રાજુ શેખવાએ સુરેશ શાહને મારી નાખવા માટે રૂા.50 લાખની સોપારી આપી હતી માર્ચ 2018માં સુરેશ શાહની કરપીણ ઘાતકી હત્યા કરાવી નાખી હતી.
રાજુ શેખવા ગુજરાતમાં અપહરણ, ધમકી, હથિયાર, મારામારી, ફાઈરીંગ, મર્ડર, જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ કરી ચુકેલ છે. તેણે સાવરકુંડલા નગરપાલીકાના ચેરમેન જોરાવરસીહ ચૌહાણની હત્યા, ગાંધીનગર એફ.સી.આઈ. મેનેજર બાબુલાલ જાદવની હત્યા તેમજ અમદાવાદના ગેંગસ્ટાર સુરેશ શાહની ઘાતકી હત્યા પણ રાજુ શેખવાના ઈશારે જ કરવામાં આવી હતી.
ગોંડલના બે ઉધોગપતીનું અપહરણ રાજુ શેખવાએ કરાવેલું અને આ અપહરણ વખતે ગોંડલનાં મોટું માથુ ગણાતા કદાવાર રાજકીય નેતા વચ્ચે પડતાની સાથે જ આ મામલો થાળે પડી ગયો હતો.