Surendranagar : મહાનગરપાલિકા સામે જનતાનો આક્રોશ, રાજૂ કરપડા પોલીસ પર ગુસ્સે થઇ અધિકારીનો પર બગડ્યા !

Gujarat : સુરેન્દ્રનગર (Surendranagar) શહેરની મધ્યમાં આવેલા સંત સવયાના સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા આક્રોશ સાથે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં aap નેતા અમૃત મકવાણા, રાજુ કરપડા, કમલેશ કોટેચા, દિપક ચિહલા, સતીશ ગમારા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ડોલ, બેડા અને નળીઓ સાથે રચનાત્મક કાર્યક્રમો કરી વાસ્તવિકતા બતાવવાના પ્રયત્નો કર્યા સામે પોલીસને આગળ કરી તંત્ર દ્વારા કાર્યક્રમને રોકવાના સતત પ્રયત્નો થયા. જોકે પાણીના ટાંકા પરથી બારોબાર ટેન્કરો વેચાઈ રહ્યા છે, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ બેફામ પાણીની ચોરી કરી રહ્યા છે જેના કારણે ગરીબોના ઘર સુધી પૂરતું પાણી પહોંચતું નથી તેવા આક્ષેપો aap નેતાઓ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. ગરીબોએ રહેવા માટે કરેલી ઝૂંપડીઓ પાડવા દબાણો નું લિસ્ટ તૈયાર થયું પરંતુ કેટલા ઘરે પાણી નથી પહોંચતું, ગટરો ઉભરાય છે. રસ્તા તૂટેલા છે એ લિસ્ટ ક્યારે તૈયાર થશે કરવાની પણ રજૂઆતો સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવી.

Scroll to Top