Surendranagar: થાન મગફળી ભરેલ ગોડાઉનમાં ભીષણ આગ, કરોડો રૂપિયાની મગફળી ખાખ

  • FCIના ગોડાઉનમાં કપાસ મગફળીમાં લાગી આગ
  • 50 હજાર કિલોનો જથ્થો બળીને ખાખ
  • ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાન

Surendranagar News: સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી FCIના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગી હતી અને વધુ ભભૂકી ઉઠી હોવાની પણ માહિતી મળી છે. આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર ફાઈટરોએ કવાયત હાથ ધરી છે. આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ માહિતી મળી શકી નથી.આગ લાગતા પ્રાંત અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તો આગ કાબુમાં આવી ગઈ છે. પરંતુ આસપાસ વિસ્તારમાં હજી પણ ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોના સ્વસ્થ પર પણ અસર પડી રહી છે. આ આગ એટલી વિકરાળ હતી કે, ચારેય તરફ ધુમાડો ધુમાડો જોવા મળી હતી.આગ લાગતા કરોડો રૂપિયાનું નૂકસાન થયું.

 

Scroll to Top