Congress Rally | Surendranagarમાં ખેડૂતો મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, નીકળી ખેડૂત મહારેલી

Surendranagar Congress Rally
  • સુરેન્દ્રનગરમાં Congressની ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે રેલી

  • કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો

  • કોંગ્રેસી કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને ભાજપના બેનરો કલેક્ટર કચેરીમાં ફાડ્યા

  • કોંગ્રેસી કાર્યકરોના વિરોધ પ્રદર્શનને પગલે કલેક્ટર કચેરી છાવણીમાં ફેરવાયું હતું.

 

Surendranagar Congress Rally | ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે (Congress) કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને ભાજપના બેનરો કલેક્ટર કચેરીમાં ફાડ્યા હતા. કોંગ્રેસી કાર્યકરોના વિરોધ પ્રદર્શનને પગલે કલેક્ટર કચેરી છાવણીમાં ફેરવાયું હતું.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં એક વર્ષ પહેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉગીને તૈયાર થયેલો પાક બળી ગયો હતો. ખેડૂતો (Farmer)એ સરકાર પાસે વળતરની માંગણી કરતા સરકારે સર્વે હાથ ધરી વળતરની ચૂકવણી કરી હતી. જોકે, સર્વેમાં ગેરરીતિનો આક્ષેપ કરી ખેડૂતોએ અનેક વખત તાલુકા મંત્રીથી માંડી મામલતદાર, કલેક્ટર અને કૃષિમંત્રીને પત્ર લખી યોગ્ય વળતર ચુકવવાની માંગણી કરી રહ્યાં હતા. આ ઉપરાંત નવી જમીન માપણીઓમાં વ્યાપક ભૂલોને લઇ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા આજે કોંગ્રેસના નેતા નૌશાદ સોંલકી અને પ્રગતિ આહિરે વઢવાણ, પાટડી, લખતર, લીંબડી સહિતના ખેડૂતોને સાથે રાખી ખેડૂતોના પ્રશ્ન મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો, નેતાઓ અને ખેડૂતોએ કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર કરી ભાજપના બેનરો ફાડ્યાં હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો અને કલેક્ટર કચેરી છાવણીમાં ફેરવાઇ ગઇ હતી.

કોંગ્રેસ (Congress)ના નેતા નૌશાદ સોલંકી (Naushad Solanki)ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ગુજરાતની જનતા સાથે, વેપારીઓ સાથે, ખેડૂતો સાથે અન્ય થઇ રહ્યો છે. સરકારે ગરીબો અને ખેડૂતોની પીઠમાં છરો ભોંક્યો છે. ખેડૂતોના ઊભા પાક પર પ્રકોપ થાય ત્યારે સરકાર માઇબાપ હોય છે. ખેડૂતો સરકાર સામે જોતા હોય છે. ત્યાર સરકાર ખેડૂતોની બધી આશા પર પાણી ફેરવી વળતર ચૂકવતી નથી. 80 ટકા ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે. જમીન માપણી કચેરીમાં અનેક ગેરરીતિ થઇ રહી છે. વગદાર લોકો મળતિયા સાથે મળીને મોકાની જમીન કબજે કરી લે છે.

જ્યારે ગરીબ અધિકારી પાસે જાય ત્યારે તેમને જાણ કરવામાં આવે કે તમારી જમીન અદ્રશ્ય થઇ ગઇ છે. બે વીઘા જમીન જ બચી છે. અમે આજે તાળાબંધી કરવા આવ્યા છીએ પરંતુ અધિકારીઓની વિનંતી પર અમે આજનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે પરંતુ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અગામી દિવસોમાં કચેરીમાં તાળાબંધી કરીશું.

કોંગ્રેસના નેતા પ્રગતિ આહિરે (Pragati ahir)કહ્યું કે ગુજરાતમાં આજે પણ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે, તે સરકારે ચોક્કસથી સ્વિકારવું જોઇએ. ખેડૂતને દિવસ-રાત મહેનત કરે પરંતુ પુરતા ભાવ મળતા નથી. 2022માં પાકના જે ભાવ મળતા હતા તે આજે મળતા નથી. ખેડૂતોને પોતાની જમીન વેચવાનો વારો આવ્યો છે. ખોટી માપણી કરવામાં આવી છે તેને રદ કરવામાં આવે. ભાજપના મળતિયોને વળતર મળે છે પરંતુ જે ખેડૂતો કોંગ્રેસ તરફી હોય તેમને સહાયથી વંચિત રાખવામાં આવે છે.

ભાજપના રાજમાં ખેડૂતો પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે. આ સરકાર ખેડૂત વિરોધી છે. ભાજપના રાજમાં તેમના મળતિયાઓ ગમે તેટલી જમીન કબજે કરે તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગુજરાતના મુખ્યમંત્રીની છાપ મૃદુ મુખ્યમંત્રી તરીકેની છે પરંતુ ગુજરાતને મૃદુ મુખ્યમંત્રીની જરૂર નથી. ગુજરાતની જનતાનો પ્રશ્ન સાંભળે અને નિરાકરણ લાવે તેવા મુખ્યંત્રીની જરૂર છે.

કોંગ્રેસી નેતાએ ઋત્વિક મકવાણા (Rutvik Makwana)કહ્યું કે ચોટીલામાં બે-ચાર દિવસ પહેલા હાઇવે પર નાની દુકાનો ખોલી કરી ધંધો કરતા લોકોને વેપારીઓને લેન્ડગ્રેબિંગના કેસમાં ફસાવાવની ધમકી આપી છે. બીજી તરફ ત્યાંતી દસ કિલોમીટર દૂર એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદે કબજે કરી તેના ઉપર છેલ્લા બે-ત્રણ વર્ષથી વીજ ઉત્પાદન કરે છે. પાછલા બારણાથી નજીકના લોકોને લાભ કરો છે.


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top