Surat Diamond Industry: કાચા હીરા એટલે કે રફના સતત વધી રહેલા ભાવ અને તૈયાર હીરાની ઘટી રહેલી માંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચમક ગૂમાવી ચૂકેલા હીરા ઉદ્યોગ માટે આશાના કિરણ સમાન સમાચાર છે. વિશ્વમાં સૌથી મોટા કાચા હીરાના ઉત્પાદક એવા ડિ-બયર્સે રફ હીરાના ભાવમાં 10થી 15 ટકાનો ઐતિહાસિક ઘટાડો કર્યો છે.ડી-બિયર્સ એટલે ટીડીસીએ રફ હીરાના ભાવ ઘટાડતા અન્ય માઈનિંગ કંપનીઓ અને સપ્લાયરો પર પણ રફના ભાવ ઘટાડવા માટે દબાણ વધશે તેવી શક્યતાઓ છે.
Surat Diamond Industry | સુરતના હીરા બજારમાં ફરી ‘ચમક’, રત્નકલાકારો માટે અમેરિકાથી ખુશીના સમાચાર
